- ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે કરાયો બંધ
- ગિરનાર પર પવનની ગતિ વધતા કરવામાં આવ્યો નિર્ણય
- પવનની ગતિ નિયંત્રિત થયે રોપવે ફરી કરાશે પૂર્વવત
ગિરનાર પર્વત પર આજે ભારે પવન ને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રોપવેના સંચાલન માટે નક્કી કરાયેલી પવનની ગતિ કરતા હાલ ગિરનાર પર 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે જેથી ભારે પવનને કારણે તેમજ રોપવે અને યાત્રિકોને સુરક્ષાને ધ્યાને રાખીને રોપવે સેવા હાલપુરતી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકનું મોત 6 ઇજાગ્રસ્ત
પવનની ગતિ નિયંત્રિત થતા રોપવે સેવા શરૂ કરવામાં આવશે
ગિરનાર રોપવે બંધ થવાને લઈને ETV Bharatએ ઉડન ખટોલા રોપવેના મેનેજર જી.એમ.પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે," રોપવેના સંચાલન તેમજ યાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઇને પવનની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે, આ ગતિ મર્યાદા કરતાં વધુ પવન હોવાને કારણે રોપવેનુ સંચાલન બંધ કરાયુ છે. જ્યારે પવનની ગતિ નિયંત્રિત થશે ત્યારબાદ તમામ યાત્રિકો માટે રોપવે સેવા પૂર્વવત કરી દેવામાં આવશે.