ETV Bharat / city

Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ

જૂનાગઢમાં આજે એક જ મંડપ નીચે હિન્દુ અને મુસ્લિમ યુવતીઓના લગ્ન અને નિકાહનો સુમેળભર્યો પ્રસંગ (Junagadh samuh lagna) સંપન્ન કરવામાં આવ્યો હતો. એક તરફ ધર્મને લઈને વાતાવરણ ખૂબ જ કલુષિત બની રહ્યું છે ત્યારે બીજી તરફ સત્યમ સેવા યુવક મંડળ દરેક ધર્મના લોકોને એક નવો રાહ ચિંધી રહ્યું છે.

Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ
Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ
author img

By

Published : Jan 30, 2022, 6:08 PM IST

જૂનાગઢ: વર્ષોથી સામાજિક કાર્ય સાથે જોડાયેલ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે સમૂહ લગ્ન (Junagadh samuh lagna)નું આયોજન કરાયું હતું. સામાજિક સંસ્થા દ્વારા દર વર્ષે નિયમિત રીતે દિવ્યાંગ યુવક અને યુવતીઓનો પરિચય મેળો અને લગ્ન સમારોહનું આયોજન થતું આવ્યું છે ત્યારે આજે એક જ મંડપ નીચે હિન્દુ અને મુસ્લિમ યુવતીઓના લગ્ન અને નિકાહ (Junagadh marriage and nikah)નો સુમેળભર્યો પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. વર્ષોથી દિવ્યાંગ દીકરીઓની ઉત્થાન માટે તેમજ જૂનાગઢ શહેરમાં સામાજિક કાર્ય કરતી સત્યમ સેવા યુવક મંડળ (Satyam seva yuvak mandal) નામની સંસ્થા એ ભગીરથ કાર્યને સુપેરે પરિપૂર્ણ કર્યું હતું. એક તરફ ધર્મને લઈને વાતાવરણ ખૂબ જ કલુષિત બની રહ્યું છે ત્યારે બીજી તરફ સત્યમ સેવા યુવક મંડળ દરેક ધર્મના લોકો ને એક નવો રાહ ચિંધી રહ્યું છે.

Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ

આ પણ વાંચો: વૈષ્ણવ જન તો તેને રે કોહીયે: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન

એક જ મંડપ નીચે લગ્ન અને નીકાહ

વહેલી સવારથી ભવનાથ સ્થિત સનાતન ધર્મ શાળામાં લગ્ન અને નિકાહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આજે એક જ મંડપ નીચે હિન્દુ યુવતીના લગ્ન અને મુસ્લિમ કન્યાના નીકાહ હિંદુ-ઈસ્લામ ધાર્મિક પરંપરા મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ શહેરના ધાર્મિક અને સામાજિક આગેવાનોએ પણ હાજર રહીને સામાજિક સમરસતા અને કોમી એકતાના આ કાર્યક્રમને હોશભેર વધાવીને આ પ્રકારના આયોજન વર્તમાન સમયની એક માત્ર જરૂરિયાત છે, તેવો અહોભાવ પણ વ્યક્ત કર્યો હતો. આયોજનને લઇને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ Etv Bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવક મંડળનું સામાજિક કાર્ય વર્ષોથી ચાલતું આવે છે, જે આગામી દિવસોમાં પણ સતત અને અવિરત પણે ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.