જૂનાગઢ : કોડીનારના એક પંખીના માળા જેવડા ગામમાં હવસખોર આધેડે આઠ (Rape Case in Kodinar) વર્ષની માસુમ બાળકીને પીંખીને તેની નિર્મમ હત્યા નિપજાવીના ઘટના સામે આવતા ચકચાર મચી છે. બાળકીના પીંખ્યા બાગ હત્યા કરી મૃતદેહને કોથળામાં બાંધીને કચરાના ઢગલામાં ફેંકીને અત્યાચારને છુપાવવા માટેનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસનું માનવું છે કે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તે આરોપી હોય શકે છે. આ બનાવને લઈને ગામલોકો અને બાળકીના (Murder Girl in Kodinar) પરિવારજનો હવસખોર નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આઠ વર્ષની માસૂમ બાળકી પર જાતીય અત્યાચાર - સમગ્ર ગામ હવસખોરના અત્યાચારથી કંપી ઉઠ્યું છે. ગામમાં રહેતો આધેડ હવસખોર દ્વારા આઠ વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર ગુજારીને તેની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. જોકે, આ અત્યાચાર ગુજારનાર હવસખોર આધેડને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ સહિત FSLની ટીમ પર સમગ્ર ઘટનાને લઇને તપાસનો ધમધમાટ કરી રહી છે. આરોપી પોલીસની પકડમાં છે ગામલોકો (Rape Case in Gir Somnath) અને બાળકીના પરિવારજનો આરોપી હવસખોર આધેડને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Surat Crime News : ગેંગરેપ કરી વીડિયો ઉતારનાર આરોપી ઝડપાયો
નરાધમને બીડી લેવા બોલાવીને આચર્યું દુષ્કર્મ - બીડીનું વ્યસન ધરાવતો નરાધમ હવસખોર આધેડ બાળકીને બીડી લેવા મોકલીને તેના ઘરે બોલાવી અને બાળકી બીડી લઇને હવસખોરના ઘરે પહોંચી ત્યારે માસૂમ પર કાળમુખી નજર તાકીને બેઠો હતો. હવસખોર આધેડ બાળકીને ઘરમાં આવતા જ માસુમને પીંખી નાખી અને તેની હવસની ભુખ સંતોષવા બાદ આ નરાધમે તેના કારનામા પર પડદો પાડવાની કોશિશના ભાગરૂપે ઘરમાં જ હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ બાળકીનો મૃતદેહ કોથળામાં ભરીને ઘરથી થોડે દૂર કચરાના ઢગમાં ફેંકીને પોતાની હવસ અને અત્યાચાર પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, નરાધમ હાલ પોલીસ પકડમાં છે, ગામલોકો (Kodinar Rap Case) પણ હવસખોર વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.
પરિવાર - સ્થાનિક લોકોનું નિવેદન - ગામલોકોનું કહેવું છે કે, આ બનાવને લઈને આ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ છે. આ પાપીને કડકમાં કડક ફાંસી સજા થાય તેવી અમારી માંગ છે. મૃતક દિકરીના સંબંધીએ જણાવ્યું કે, દીકરી સેવ લેવા ગઈ હતી,તો સેવ લઈને પાછી (Rape Murder Case in Gir Somnath)આવી ન હતી. થોડા સમયમાં બાદ પરિવાર દીકરીને શોધવા સમગ્ર વિસ્તારને ફેંદી માર્યો હતો. બાદમાં કોઈ વ્યક્તિને જાણ થતા દીકરીના પરિવારને જાણ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad Rape Case : યુવતીને લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ
હવસખોર ગામનો આધેડ પોલીસ પકડમાં - મળતી માહિતી મુજબ સમગ્ર મામલાને (Mirror Girl Mischief) લઈને તમામ પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે ઘટના સ્થળના સાંયોગિક પુરાવાઓની સાથે FSLની ટીમનો (Kodinar Crime Case) સહારો લીધો છે. પોલીસ પણ આ નરાધમ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી છે. ખુદ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાની જાણ થતા ગામમાં પહોંચી ગયા છે અને સમગ્ર મામલામાં મૃતક બાળકીને સંપૂર્ણ પણે ન્યાય મળે તે માટેની કાયદાકીય કાર્યવાહી માટે લાગી ચૂક્યા છે. પરંતુ, 8 વર્ષની બાળકી પર નરાધમે જાતીય અત્યાચાર ગુજાર્યા બાદ તેની નિર્મમ હત્યા કરી નાખી આ ઘટનાક્રમથી નાના એવા ગામમાં શોકના કાળા વાદળા ઘેરાયા છે.