ETV Bharat / city

Gujarat Rain Update: જુનાગઢમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ

આજે 25 જુલાઈના રોજ જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા ચોમાસાની ઋતુ દરમિયાન પ્રથમ વખત મહેરબાન થતા જોવા મળ્યા હતા. ત્યારે વરસાદનું પ્રથમ પાણી લોકો માટે હવે મુશ્કેલી સર્જી રહ્યું છે. મનપા દ્વારા સમયસર પ્રિમોન્સુન કામગીરી નહીં કરવાને કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે ચોમાસા દરમિયાન જોવા મળે છે, પરંતુ હજુ સુધી કોઈ પણ નિરાકરણ નહીં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જુનાગઢ
જુનાગઢ
author img

By

Published : Jul 25, 2021, 4:52 PM IST

Updated : Jul 25, 2021, 4:58 PM IST

  • જૂનાગઢમાં મોસમનો પહેલો વરસાદ ધોધમાર તૂટી પડતા લોકોને પડી પારાવાર મુશ્કેલી
  • વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકોને પડી અનેક મુશ્કેલી
  • મનપાની પ્રીમોન્સૂન કામગીરીનો ઉડ્યો છેદ લોકોના ઘરમાં ભરાયું વરસાદી પાણી

જૂનાગઢ: શહેર અને જિલ્લામાં આજે મેઘરાજા પ્રથમ વખત મહેરબાન થયા છે, એટલી હદે મહેરબાન થયા કે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જુનાગઢ વાસીઓ માટે આ વર્ષે ચોમાસાની ઋતુનો આ પ્રથમ વરસાદ હતો ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતી કેટલીક રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રકારની મુશ્કેલી ઉભી કરી છે તેને લઈને લોકોમાં પણ હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પુર્વ વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવાની જગ્યા પર મનપા દ્વારા કોઈ કામ કરવામાં નહીં આવતા આજે 25 જુલાઈએ પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીનું ઘરમાં આગમન થતા લોકો ચિંતાતુર બન્યા હતા.

જુનાગઢ
લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી

આ પણ વાંચો- Junagadh Rain Update: માંગરોળ, માળીયા અને માણાવદર પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ

પાછલા કેટલાય વર્ષોથી આ સમસ્યામાંથી નથી મળી રહ્યો કોઈ વિકલ્પ

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના આવેલા કેટલાક રહેણાક વિસ્તારોમાં દર વર્ષે ચોમાસાનુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતું હોય છે, પાછલા કેટલાય વર્ષોથી આ પ્રકારની મુશ્કેલી છે. જુનાગઢ મનપા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જોવા મળી રહી છે. જુનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું તેમ છતાં લોકોની આ વર્ષો જૂની સમસ્યા અને મુશ્કેલીનો હજુ સુધી કોઈ માર્ગ મળતો જોવા મળતો નથી. જેના કારણે લોકોમાં પણ હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મનપા સમક્ષ લોકો માગ કરી રહ્યા છે કે, તાકીદે વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે.

જુનાગઢ
ઘર સુધી પહોંચ્યા વરસાદના પાણી

Last Updated : Jul 25, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.