ગીર સોમનાથ: જિલ્લામાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજાની સતત કૃપા જોવા મળી રહી છે. ખાસ કરીને કોડીનાર કસુત્રાપાડા ગીર ગઢડા અને ઉના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ (Rain In Gir Somnth) પડ્યો છે જેને લઇને આ વિસ્તારના ગામડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, તો બીજી તરફ અતિભારે વરસાદને કારણે વેરાવળ કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ઘેડ વિસ્તારના ગામો પાછલા 48 કલાકથી જળમગ્ન
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા : પાછલા એક અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને કોડીનાર સુત્રાપાડા ગીર ગઢડા અને ઉના તાલુકામાં વિશેષ અને નોંધપાત્ર કહી શકાય તે પ્રકારનો વરસાદ પડ્યો હતો જેને કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કોડીનારથી સોમનાથ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ અતિ ભારે વરસાદને કારણે ગીર વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
વેરાવળના રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી : તો બીજી તરફ વેરાવળ શહેરમાં પણ પ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેવા વરસાદનું આગમન થયું હતું. જેને કારણે શહેરમાં આવેલી કલ્યાણ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદી પાણી લોકોના ઘરમાં પણ પ્રવેશ કરી જતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલ્યાણ સોસાયટીના રહીશો સ્થાનિક નગરપાલિકા તંત્ર પર કામગીરી નહીં કરવાનો આક્ષેપ કરી રહ્યા છે. ગટર અને વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને સફાઈ નહીં કરવાને કારણે વરસાદનું પાણી કલ્યાણ સોસાયટીના મોટા ભાગના ઘરોમાં પ્રવેશ્યું હતું. જેને લઈને પણ સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે ક્યાંક રમણીય દ્રશ્યો દેખાયા તો ક્યાંક સર્જાઈ તારાજી
ત્રિવેણી સંગમ થયું પાણીથી ભરપૂર : સોમનાથ મંદિર નજીક આવેલા ધાર્મિક સ્થાન એવા ત્રિવેણી સંગમ પણ પૂરના પાણીથી દરિયા સમુ બની ગયું હતું. અહીં ત્રણ નદીનો સંગમ થાય છે અને ધાર્મિક વિધિ માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. તો બીજી તરફ કોડીનાર તાલુકાના ફાચરીયા અને ગોહિલની ખાણ ગામોમાં પણ વરસાદી પાણી ફરતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલી સોમત નદીમાં ઘોડાપૂર આવતા કોડીનાર તાલુકાના આ ગામો વરસાદી પાણીમાં ડુબતા જોવા મળ્યા હતા. વરસાદનું વાણી ગામડાઓના પ્રત્યેક ઘર અને માર્ગો પર નદીની માફક કરતું જોવા મળ્યું હતું જેને લઈને પણ ખાસ કરીને કોડીનાર તાલુકાના ગામડાઓના લોકોને પણ પારાવાર મુશ્કેલી માંથી પસાર થવું પડ્યું હતું.