જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશએ મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં સાત સોમવાર સાત નવતર વિરોધનો કાર્યક્રમ શરૂ કર્યો છે.જે મુજબ આજે ત્રીજા સોમવારે વાહનોમાં ચમચીથી પેટ્રોલ(Congress protest unique style) પુરીને સતત મોંઘવારીનો અનોખો વિરોધ કરી રહ્યા છે.
અનોખો વિરોધઃ કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા સતત વધતી જતી બેરોજગારી મોંઘવારી અને સામાન્ય માણસને પડતી પીડાઓના વિરોધમાં સાત સપ્તાહ સાત વિરોધ પ્રદર્શન કાર્યક્રમ શરૂ કર્યો છે, જેનો આજે ત્રીજો સોમવાર છે
મોંધવારી સામે અવાજઃ પુંજા વંશ અને ઉના વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારીનો પ્રતિકાત્મક રૂપે વિરોધ થાય અને લોકો સાચા અર્થમાં સરકારના કામકાજથી માહિતગાર બને તે માટે ચમચીથી વાહનોમાં પેટ્રોલ પુરીને મોંઘવારીનો વિરોધ કરીને રાજ્ય અને કેન્દ્રની સરકાર પર કટાક્ષ રુપી બાણ છોડ્યા હતા.
ચમચીથી ખાદ્યતેલઃ શહેરના ત્રિકોણ બાગ(Una Trikon Bagh) ખાતે ધારાસભ્ય પુંજા વંશ અને ઉના વિધાનસભા વિસ્તારના કોંગ્રેસી કાર્યકરો(Una Assembly Congress workers) દ્વારા આજે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોના વાહનોમાં ચમચીથી પેટ્રોલ તેમજ અહીંથી પસારથતી મહિલાઓને ચમચીથી ખાદ્યતેલ આપીને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મધ્યમવર્ગ ભીંસમાંઃ સતત વધી રહેલી મોંઘવારી ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. તેમ છતાં રાજ્ય અને કેન્દ્રની સરકાર મુક પ્રેક્ષક બનીને સતત વધતી મોંઘવારીને વધુ પ્રોત્સાહન આપી રહી છે તેના પર પ્રહાર કરતાં પુંજા વંશે ઈ ટીવી ભારત સમક્ષ સમગ્ર વિરોધ અંગે વાત કરતા જણાવ્યું હતું કે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી છોડાવવા માટેનો(Demand to overcome inflation) આ એક માત્ર નવતર પ્રયોગ છે જ્યાં સુધી લોકો પોતાના અધિકારો અને મોંઘવારીને લઈને સંપૂર્ણ માહિતગાર નહીં થાય ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્રની સરકારની બંધ આંખો ખોલવી ખૂબ મુશ્કેલ છે ત્યારે આવા નવતર વિરોધ થકી રાજ્ય અને કેન્દ્રની સરકારો મોંઘવારી પર કાબુ કરે તેવી માંગ ધારાસભ્ય પુંજા વંશે કરી હતી