ETV Bharat / city

Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ - જૂનાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી

19 તારીખના રોજ યોજાવામાં આવનારી જૂનાગઢ ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election 2021)ને લઇને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 787 માંથી 265 જેટલા મતદાન મથકો સંવેદનશીલ (sensitive polling stations in junagadh) અને 164 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયત (junagadh district panchayat)ની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદ માટેની ચૂંટણી યોજાવા જઇ રહી છે. મતદાન પ્રક્રિયા (Junagadh Gram Panchayat Poll 2021) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે 5,140 કર્મચારી અને 120 અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં શામેલ થશે.

Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ

author img

By

Published : Dec 17, 2021, 6:44 PM IST

Updated : Dec 17, 2021, 8:22 PM IST

જૂનાગઢ: આગામી 19 તારીખ અને રવિવારના દિવસે જૂનાગઢ જિલ્લા પંચાયતની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદ માટેની ચૂંટણી (Junagadh Gram Panchayat Poll 2021) યોજાવા જઇ રહી છે, જેને લઇને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા 787 મતદાન મથકો પૈકી કેટલાક સંવેદનશીલ (sensitive polling stations in junagadh) તો કેટલાક મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

265 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા

આગામી 19 તારીખ અને રવિવારના દિવસે જૂનાગઢ જિલ્લાની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી (junagadh district panchayat) માટેનું મતદાન હાથ ધરવામાં આવશે. ગ્રામ પંચાયતોમાં મતદાન (gram panchayat election 2021 gujarat) માટે ઊભા કરાયેલા 787 માંથી 265 જેટલા મતદાન મથકો સંવેદનશીલ અને 164 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ (sensitive polling stations in junagadh) જાહેર કરાયા છે. આજે સાંજના 5:00 વાગ્યે ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે. આગામી રવિવારના દિવસે મતદાન હાથ ધરવામાં આવશે, જેને લઇને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સરકારી કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તેના માટેની તૈયારી

આવતી કાલ સાંજ સુધીમાં મતદાનને લઈને મતપેટી અને મતપત્રકો જે તે ગ્રામ પંચાયતોમાં આવેલા મતદાન મથકો (gram panchayat election polling station junagadh) સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા કરી દેવામાં આવશે. તેને લઈને વહીવટીતંત્રે તમામ કામગીરી પૂર્ણ કરી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કર્મચારી અને અધિકારીઓની ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આવતી 338 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચના સભ્યોની મુદત પૂર્ણ થતા મતદાન હાથ ધરવામાં આવશે. તો કેટલીક ગ્રામ પંચાયતોમાં મધ્ય સત્ર ચૂંટણીને લઈને પણ મતદાન હાથ ધરવામાં આવશે.

કુલ 5,81,311 મતદારો અને 338 સરપંચોનું ભાવિ નક્કી થશે

સરપંચ અને સભ્યોની ચૂંટણી (Gram Panchayat Election 2021) માટે કુલ 11 લાખ 62 હજાર જેટલા મતપત્રકો મતદાન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ આગામી 21 તારીખને મંગળવારના દિવસે જૂનાગઢ જિલ્લાના તમામ 9 તાલુકા મથકોએ મતગણતરી (gram panchayat election vote counting junagadh) હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ચૂંટણી પ્રક્રિયામાં અધિકારીઓની ટીમ કામ કરતી જોવા મળશે.

5,140 આસપાસ કર્મચારી અને 120 જેટલા અધિકારી મતદાન પ્રક્રિયામાં શામેલ થશે

જૂનાગઢ જિલ્લામાં યોજાનારી 338 ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયાને લઇને પ્રાંત અધિકારી એલ.બી. બાંભણિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર મતદાન પ્રક્રિયામાં કુલ 5,140ની આસપાસ કર્મચારી અને 120ની આસપાસ અધિકારીઓનો કાફલો મતદાનના દિવસે સ્વૈચ્છિક અને ન્યાયપૂર્ણ રીતે મતદાન હાથ ધરાય તે માટે મતદાનની પ્રક્રિયામાં શામેલ થશે. સાથે સાથે મતદાનના દિવસે કોઇપણ કર્મચારી આકસ્મિક રીતે કે બીમારીના કારણે અનુપસ્થિત રહે તેવા સમયે રિઝર્વેશનમાં રાખેલો 10 ટકા સ્ટાફ તેની જગ્યા પર કામગીરી કરશે તેવું પણ આયોજન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આગામી રવિવારના દિવસે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તમામ કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: પૂર્વે ઉનાઈના ચરવીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો

આ પણ વાંચો: Junagadh Municipal Corporation: વિસ્તારમાં બનવા જઇ રહેલ ઓવરબ્રિજ પર લાગી શકે છે અલીગઢ તાળુ

Last Updated : Dec 17, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.