ETV Bharat / city

Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ - Central Budget 2022

આગામી મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં અમરેલીના હીરા ઉદ્યોગની પણ અપેક્ષા કે તેમની માગણી પૂરી થાય. શું છે આ (Pre Budget 2022 ) માગણી તે જાણવા વાંચો અહેવાલ.

Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ

author img

By

Published : Jan 29, 2022, 5:43 PM IST

અમરેલીઃ આગામી 1લી ફેબ્રુઆરીએ જાહેર થનારા વર્ષ 2022 - 23ના સામાન્ય અંદાજપત્રમાં (Central Budget 2022) હીરા ઉદ્યોગ માટે અલગ મંત્રાલયની સાથે રત્નકલાકારોને અકસ્માત વીમા કવચ યોજના (Demand of Amreli Diamond Industry) જાહેર થાય તેવી અમરેલી હીરા ઉદ્યોગે (Pre Budget 2022 ) માગ કરી છે.

ઉદ્યોગને લગતી કેટલીક યોજના અને નવી જાહેરાતો કરવામાં આવે તેવી માગ

રત્નકલાકારોના હિતમાં કોઈ મોટી જાહેરાતની આશા

1લી ફેબ્રુઆરીના દિવસે નાણાંપ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2022-23નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવાના છે. તેમાં હીરા ઉદ્યોગને ખાસ પ્રોત્સાહન ઉદ્યોગને લગતી કેટલીક યોજના અને નવી જાહેરાતો કરવામાં આવે તેવી માગ (Pre Budget 2022 )અમરેલી ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહી છે. મોટું આર્થિક હૂંડિયામણ રળી આપતો એકમાત્ર હીરા ઉદ્યોગ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાસીન નીતિનો ભોગ બનતો આવ્યો હોવાની લાગણી વ્યાપક બની રહી છે. ત્યારે મોદી સરકારના વર્ષ 2022 23ના સામાન્ય અંદાજપત્રમાં હીરા ઉદ્યોગને લઈને નવી યોજનાઓ અને રત્નકલાકારોના હિતમાં કોઈ મોટી (Demand of Amreli Diamond Industry) જાહેરાત કરવામાં આવે તેની અમરેલી હીરા ઉદ્યોગની અપેક્ષા છે.

અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સ્થાપવાની અમરેલીએ માગ

દેશમાં અલગ સહકાર મંત્રાલયની જેમ હીરા ઉદ્યોગ મંત્રાલય સ્થાપવાની અમરેલીના અર્થશાસ્ત્રીઓએ માગ (Pre Budget 2022 ) કરી છે. હીરા ઉદ્યોગ રાજ્ય અને દેશની 60 ટકા કરતાં વધુ અર્થવ્યવસ્થા સાથે સીધી અને આડકતરી રીતે જોડાયેલો છે. ત્યારે દેશને સ્વતંત્ર હીરા ઉદ્યોગ મંત્રાલય હોવું જોઈએ તેવી માગ છે. દર વર્ષે અંદાજે 85,000 કરોડ કરતાં વધુનું વિદેશી હૂંડિયામણ એકમાત્ર હીરા ઉદ્યોગ થકી પ્રાપ્ત થતું હોય છે, ત્યારે અલગ હીરા ઉદ્યોગ મંત્રાલયની (Demand of Amreli Diamond Industry) માગ ઊઠી છે.

કેન્દ્ર સરકારની હીરા ઉદ્યોગ પ્રત્યે ઉદાસીનતા

અમરેલીની અર્થવ્યવસ્થાના જાણકાર પ્રોફેસર હરેશ બાવીસી જણાવી રહ્યા છે કે કોઈપણ ઉદ્યોગને ટકાવી રાખવા માટે કેન્દ્ર કે રાજ્ય સરકારની આર્થિક પ્રોત્સાહન આપતી નીતિઓ હોવી જોઈએ. હીરા ઉદ્યોગ રાજ્ય અને દેશને વિદેશી હૂંડિયામણ કમાઇ આપે છે . છતાં હીરા ઉદ્યોગને ટકાવી રાખવા કે તેમાં ઉન્નતિ આવે તે પ્રકારની આર્થિક પ્રોત્સાહન આપતી યોજનાઓ હજુ સુધી રાજ્ય અને કેન્દ્રની સરકારે શરૂ કરી નથી. તે હીરા ઉદ્યોગ માટે ખૂબ જ આઘાતજનક માનવામાં આવી રહ્યું છે.

અમરેલીમાં 60,000 કરતાં વધુ રત્નકલાકારો મેળવે છે રોજગારી

અમરેલી શહેર અને જિલ્લામાં અંદાજે 450 આસપાસ હીરાના કારખાનાઓ છે જેમાં 60,000 કરતાં વધુ રત્નકલાકારો રોજીરોટી મેળવે છે. દર મહિને રત્નકલાકારોને 25 કરોડ કરતાં વધુનો પગાર ચૂકવવામાં આવે છે એ રીતે જોઈએ તો અમરેલી જિલ્લામાં એક વર્ષ દરમિયાન 150 થી 200 કરોડ રૂપિયાનો વ્યવહાર માત્ર રત્નકલાકારોને પગારના રૂપમાં ચૂકવવામાં આવે છે. એક વર્ષ દરમિયાન આટલો મોટો પગાર કરતી હીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ સરકારની ઉદાસીનતાને લઈને વધુ ચિંતિત બની રહી છે.

આ પણ વાંચોઃ Rough Diamond Trading Surat: સરકાર જાહેરાત કરીને ભૂલી ગઈ! રફ હીરાની ખરીદી માટે વેપારીઓએ દર મહિને ચૂકવવા પડે છે 100 કરોડ

રત્નકલાકારો માટે આર્થિક સહાય અને વીમા યોજના શરૂ કરવા માગ

રત્ન કલાકારો માટે આર્થિક અને વીમા યોજના જેવી બાબતોનો સમાવેશ વર્ષ 2022 23 ના નવા અંદાજપત્રમાં થાય તેવી માગ (Pre Budget 2022 ) અમરેલીના અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે. અમરેલીમાં આવેલા મોટા ભાગના હીરા ઉદ્યોગકારો દ્વારા રત્નકલાકારોને પગાર રોકડમાં ચૂકવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બેંકોમાંથી ચુકવણું ન થવાને કારણે મોટાભાગના હીરાના કારખાનાઓ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થતા નથી. જેને કારણે રત્નકલાકારોને પ્રોવિડન્ટ ફંડ જેવો લાભ પણ આજદિન સુધી મળ્યો નથી. જો રત્ન કલાકારોના પગાર સીધો બેંક દ્વારા કરવામાં આવે (Demand of Amreli Diamond Industry) તો હીરાના કારખાનાઓ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પરિવર્તિત થઇ જશે જેને કારણે રત્નકલાકારોને પ્રોવિડન્ટ ફંડ જેવો લાભ પણ મળી શકે.

આ પણ વાંચોઃ Pre Budget 2022 : રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી

હીરા ઉદ્યોગમાં અકસ્માત વીમા યોજના પણ થવી જોઈએ દાખલ

હીરા ઉદ્યોગમાં અકસ્માત વીમા યોજના (Pre Budget 2022 ) પણ દાખલ થવી જોઈએ તેવો એક સૂર અમરેલીમાંથી સામે આવી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે કે ગુજરાત અને દેશના અર્થવ્યવસ્થા સાથે સીધી અને આડકતરી રીતે જોડાયેલો હીરા ઉદ્યોગ રત્નકલાકારો થકી ફુલ્યોફાલ્યો છે. આવી પરિસ્થિતિમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને આકસ્મિક વીમા યોજના નીચે આવરી લેવામાં આવે અને કોઈ પણ દુર્ઘટના સમયે 04 લાખથી વધુની સહાય રત્ન કલાકારોના પરિવારને કરવામાં આવે તેવી નવી યોજના (Demand of Amreli Diamond Industry) દાખલ કરવી જોઈએ. તેમ જ એક રૂપિયાના ટોકન દરે રત્નકલાકારોને આકસ્મિક વીમા યોજના અંતર્ગત સામેલ કરીને તેનો વીમો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉતારે તેવી પણ અમરેલીના ઉદ્યોગકારોની માગ આજે સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.