ETV Bharat / city

પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકે લીધી ઘેડ પંથકની મુલાકાત, સોશિયલ ડિસ્ટન્સનો દેખાયો અભાવ - Porbandar news

જૂનાગઢ અને માંગરોળ તાલુકા આજુબાજુના ઘેડ પંથકમાં મેઘરાજા અનરાધાર વરસતા દરીયા જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે પોરબંદરના સાંસદ અને કેશોદના ધારાસભ્યએ માંગરોળના ઘેડ પંથકના આજુબાજુના ગામોની મુલાકાત લીધી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Mangrol
પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક ઘેડ પંથકની મુલાકાતે આવતા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા
author img

By

Published : Sep 4, 2020, 10:56 AM IST

જૂનાગઢ : ચોમાસાની શરૂઆતથી મેઘરાજા અનરાધાર વરસતા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં એક દશકાથી વધુ વર્ષનો રેકોર્ડ તોડી નાખતા ઘેડ પંથકમાં દરીયા જેવો માહોલ સર્જાયો છે. ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયેલા જોવા મળે છે. તેમજ મગફળી તો નિષ્ફળ જશે તેની સાથે પશુઓ માટે ઘાસચારો પણ છીનવાઈ ગયો છે. છેલ્લાં એક મહિનાથી સતત ઘેડ પંથકના ખેતરોમાં પાણી ભરાયેલા છે. ત્યારે વારંવાર ઘેડ પંથક પુરગ્રસ્ત બનતા છેવટે પોરબંદરના સાંસદે કેશોદના ધારાસભ્યની સાથે રહીને ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. ત્યારે સભામાં માસ્ક વગરના ભાજપના કાર્યકરો જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક ઘેડ પંથકની મુલાકાતે આવતા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હજુ તો થોડા દિવસ પહેલાં જ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેનો કદાચ ક્વોરન્ટાઇન સમય પણ પુરો થયો નથી. ત્યાં તેમણે માંગરોળના ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ સાંસદ પણ માસ્ક વગરના જોવા મળ્યા હતા. જે ફોટોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેમજ તેમની સાથે આવેલા ભાજપના કાર્યકરો પણ માસ્ક વગર તેમની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.