- ગિરનારનો રોપ વે દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે
- ટૂંક સમયમાં મોદી ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરશે
- અંદાજિત 130 કરોડથી વધુના ખર્ચે સાકાર થઇ રહેલો ગિરનાર રોપ-વે
જૂનાગઢ: જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. તેઓ એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટના લોકાર્પણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.
ગુજરાતમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના આઠમનાં દિવસે ગુજરાતમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં તૈયાર થયેલી યુ.એન.મહેતા હોસ્પિટલ, જૂનાગઢ ગિરનાર પર તૈયાર થયેલો રોપ વે તથા ભાવનગરની રો રો ફેરી સર્વિસ સામેલ છે.
જૂનાગઢ પર્યટનનું હબ બનશે
અંદાજિત 130 કરોડથી વધુના ખર્ચે સાકાર થઇ રહેલો ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી લાંબો રોપ-વે હોવાનું ગૌરવ પણ મેળવે છે અને તેનો શ્રેય જૂનાગઢ, ગુજરાત અને ભારતને જાય છે. ગીરના સિંહો સમગ્ર એશિયામાં એક માત્ર અહીં જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં સાકાર થઇ રહેલો ગિરનાર રોપ-વે પણ એશિયાનો સૌથી લાંબો એક માત્ર રોપ-વે હોવાનું બહુમાન પણ અત્યારથી જ મેળવી ચૂક્યો છે. ત્યારે જૂનાગઢ, ગીર-ગિરનાર રોપ-વે અને ગીર સાવજ પ્રવાસનનું હબ બનશે. જેના કારણે જૂનાગઢ પર્યટનનું હબ બનશે અને તેના થકી રોજગારીની અનેક નવી તકોનું પણ સર્જન થતું જોવા મળશે.
પ્રોજેકટથી સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે
આ પ્રોજેકટથી સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે. ટૂંકમાં વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે. જૂનાગઢના સાંસદે ગિરનાર રોપ-વેની મુલાકાત લીધી હતી તેમને જણાવ્યું હતુ કે, જેનું નવરાત્રિના આઠમના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.