જૂનાગઢ : 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે (PM Modi Visit Junagadh) આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધશે (PM Modi will address election meeting in Junagadh). વડાપ્રધાન મોદી ગિરનાર પર્વત પર બિરાજમાન શક્તિપીઠ માં અંબાના દર્શન (PM Modi will visit Maa Amba while on Mount Girnar) કરશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપવેની સફર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી મંદિર પહોંચશે જેને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
PM મોદી ગીરનાર પર બિરાજતા માં અંબાના કરી શકે છે દર્શન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Visit Junagadh) આગામી 19 તારીખે જૂનાગઢમાં આયોજિત સભામાં હાજરી આપવા માટે આવી રહ્યા છે, ત્યારે શક્તિના પરમ ભક્ત નરેન્દ્ર મોદી ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબાના દર્શન કરે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. વડાપ્રધાન મોદીને શક્તિના ભક્ત માનવામાં આવે છે. વધુમાં ગિરનાર પર્વત પર બનેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નના પ્રોજેક્ટ તરીકે આજે પણ ગણાય છે. ગિરનાર રોપવેની સફર કરીને નરેન્દ્ર મોદી (PM Modi Will take ropeway trip) ગીરનાર પર બિરાજમાન માં જગદંબા સ્વરૂપ અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે તેવી ખૂબ જ આધારભૂત સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને હાલ તેમનો કાર્યક્રમ જાહેર કરાયો નથી, પરંતુ આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન ગિરનાર રોપવેની સફર કરવાની સાથે માં અંબાજીના અચૂક પણે દર્શન કરશે.
PM મોદીએ 2020 કર્યું હતું ગિરનાર રોપવેનું લોકાર્પણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020 ની 22 મી ઓક્ટોબરના દિવસે એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપવેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ વખતે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી દિલ્હી મુકામેથી એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપવેને ખુલ્લો મુક્યો હતો. રોપવેના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં રૂબરૂ હાજરી આપશે તેવી તમામ શક્યતાઓ વ્યક્ત થઇ હતી પરંતુ કોરોના સંક્રમણને કારણે સરકારી પ્રતિબંધ હોવાથી નરેન્દ્ર મોદીએ રોપવેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. હવે 2 વર્ષ બાદ ફરી વડાપ્રધાન મોદી જૂનાગઢ આવી રહ્યા છે, ત્યારે તેઓ આ વખતે ગિરનાર રોપવેની સફર કરીને માં અંબાના દર્શન કરવા માટે ચોક્કસ જવાના છે તેવી ખૂબ જ આધારભૂત અને વિશ્વસનીય સૂત્રોમાંથી માહિતી મળી રહી છે.