જૂનાગઢ શહેરમાં જિલ્લા સહકારી બેંક અને સાવજ દૂધ ઉત્પાદન (Annual General Meeting Savaj Milk Production) સંઘની વાર્ષિક સાધારણ સભાનું આયોજન (Organization of Annual General Meeting) કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ (BJP State President ) સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટીલે પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે લોકો સભા સ્થળ છોડતા જોવા મળ્યા હતા.
વાર્ષિક સાધારણ સભા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક (District Cooperative Bank in Junagadh) અને સાવજ દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી. આ માટે તેઓ આજે જૂનાગઢ પહોંચ્યા હતા. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં (Auditorium of Agriculture University in Junagadh) પાટીલના કાર્યક્રમનું આયોજન થયું હતું. પાટીલ આવતાની સાથે જ તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. સાધારણ સભાના પ્રથમ ચરણમાં કેટલાક સહકારી અગ્રણીઓએ સભા મંડપમાં ભાષણ કરીને સાધારણ સભાના આયોજન અંગે તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
સી આર પાટીલનું સંબોધન સભાસદો આ સભાના અંતિમ ચરણમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું ઉપસ્થિત સૌ સભાસદોને સંબોધવા માટે ઊભા થયા હતા. પાટીલે ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો ત્યાં સુધી સભામાં બરાબર ચાલતું હતું, પરંતુ સી આર પાટીલે પોતાનું ભાષણ આગળ શરૂ રાખ્યું હતું. આ દરમિયાન અચાનક સભા મંડપમાંથી લોકો બહાર નીકળતા હોય તેવા દ્રશ્યમાં સામે આવ્યા છે.
ભાષણ શરૂ થતા જ લોકોએ સભા મંડપ છોડ્યું પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું ભાષણ શરૂ હતું. આ દરમિયાન સભા મંડપમાં હાજર લોકોએ સભાસ્થળ છોડવાનું શરૂ કર્યું હતું. જે વ્યક્તિઓ સભા સ્થળ છોડતા દ્રશ્યમાં દ્રશ્યમાન થાય છે. તે સભ્યો કોણ હતા. તેને લઈને કહેવું મુશ્કેલ છે, પરંતુ જે પ્રકારે ભાજપનું આયોજન હતું. એટલે બની શકે કે આ સભા સ્થળ છોડનાર વ્યક્તિઓ સહકારી સંસ્થા કે દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા હશે અથવા તે ભાજપના કાર્યકરો હશે અથવા ગામડામાંથી આવેલા લોકો હશે. જે પણ હોય પરંતુ સી આર પાટીલના ભાષણ શરૂ થતા જ લોકોએ સભા મંડપ છોડવાનું શરૂ કર્યું હતું. બહાર નીકળવાના માર્ગે પર લોકોનો જમાવડો જોવા મળતો હતો.