ETV Bharat / city

જૂનાગઢ જિલ્લામાં દીપડાએ ખેત મજૂરના 2 બાળકો પર કર્યો હુમલો, 1નું મોત, 1 સારવાર હેઠળ

જૂનાગઢ જિલ્લાના વંથલી અને મેંદરડા તાલુકામાં દીપડાનો ત્રાસ વધી ગયો છે. ત્યારે અહીં ગઈકાલે રાત્રે પણ દીપડાએ બે બાળક પર હુમલો કર્યો હતો. અત્યારે મેંદરડા તાલુકાના આલીધરા ગામનો 5 વર્ષનો ઈજાગ્રસ્ત બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જ્યારે વંથલી તાલુકાના વસપડી ગામના પરપ્રાંતીય ખેતમજૂરના પુત્રનું મોત થયું છે.

જૂનાગઢ જિલ્લામાં દીપડાએ ખેત મજૂરના 2 બાળકો પર કર્યો હુમલો, 1નું મોત, 1 સારવાર હેઠળ
જૂનાગઢ જિલ્લામાં દીપડાએ ખેત મજૂરના 2 બાળકો પર કર્યો હુમલો, 1નું મોત, 1 સારવાર હેઠળ
author img

By

Published : Oct 29, 2021, 9:10 AM IST

  • જૂનાગઢ જિલ્લાના વંથલી અને મેંદરડા તાલુકામાં દીપડાએ બે બાળકો પર હુમલો કર્યો
  • એક રાત્રિમાં વંથલીના વસપડા અને મેંદરડાના આલીધર ગામમાં દીપડાનો હુમલો
  • વંથલીના વસપડા ગામના 5 વર્ષીય ખેત મજૂરના બાળકનું દીપડાના હુમલામાં મોત

જૂનાગઢઃ જિલ્લાના વંથલી અને મેંદરડા તાલુકામાં દીપડાએ ગઈરાવે રાત્રિના સમયે હાહાકાર મચાવતા 2 ખેતમજૂરોના પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં મેંદરડા તાલુકાના આલીદર ગામમાં ખેત મજૂરનો 5 વર્ષનો પૂત્ર ગંભીર રીતે ઈજગ્રસ્ત થયો હતો. જ્યારે વંથલી તાલુકાના વસપડા ગામમાં ખેતમજૂરના 5 વર્ષીય પૂત્રનો દીપડાના હુમલામાં મોત થતા ગામમાં અરેરાટીની સાથે દીપડાની હાજરીથી ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- રાજકોટની આસપાસના ગામોમાં દીપડા દેખાયો હોવાની ઘટના સામે આવી

વન વિભાગે માનવભક્ષી દિપડાને પાંજરે પૂરવા હાથ ધરી કવાયત

એક જ દિવસમાં હિંસક બનેલા બે દીપડાએ અલગ અલગ ગામમાં શિકાર કરવાના ઈરાદા સાથે હુમલો કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના 5 વર્ષના બાળકનું મોત થયું છે. હાલ ચોમાસુ પાકોની સિઝન ભરપૂર ચાલી રહી છે. ખેતરોમાં મોટા પ્રમાણમાં મજૂરો તેમના પરિવાર સાથે મજૂરી કામ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે દીપડાની હાજરીથી ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. માનવભક્ષી બનેલા બંને દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવીને શિકારી બનેલા દિપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો- અરવલ્લી : દધાલીયામાં 3 દીપડા જોવા મળતા લોકોમાં ફફડાટ

દીપડાના હુમલાથી ગામમાં ભારે ભયના માહોલ અંગે સરપંચે કરી વાત

વસપડા ગામમાં દીપડાના હુમલાથી પરપ્રાંતીય ખેતમજૂરના 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલાને લઈને વસપડા ગામના સરપંચ ભીખુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, દીપડાના હુમલાની જાણ વહેલી સવારે ખેતમજૂરના પરિવારને થઈ હતી. ત્યારબાદ ખેતર માલિકને સમગ્ર મામલાની જાણ કરાતા ગામના સરપંચ ખેતરના માલિકે વંથલી પોલીસ અને વન વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ખેતરથી થોડે દૂર આવેલા ઝાડી વિસ્તારમાં ખેતમજૂરના બાળકનો મૃતદેહ પડયો હતો. વન વિભાગે મૃતદેહનો કબજો કરીને શિકારી બનેલા દિપડાને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.