- મહાશિવરાત્રિના મેળા બાબતે સરકારનો નિર્ણય
- મેળામાં પ્રવાસીઓના પ્રવેશ પર મૂકાયો પ્રતિબંધ
- સરકારના નિર્ણય સામે નાગા સંન્યાસીઓમાં જોવા મળી રહ્યો છે કચવાટનાગા સંન્યાસીઓએ મહાશિવરાત્રી મેળાને લઈને સરકારના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો
જૂનાગઢ: આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથની ગિરિ તળેટી નાગા સંન્યાસીઓના આગમનથી જીવંત બનતી જોવા મળી રહી છે. રવિવારને 8 તારીખે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ થયા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને શિવભક્તોના મેળામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે. જેને લઇને આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો વર્ષો બાદ શિવભક્તોની ગેરહાજરી વચ્ચે આયોજિત થશે અને મધ્યરાત્રીએ ભવનાથ મહાદેવના મંદિરમાં આવેલા મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાને વિધિવત પૂર્ણાહૂતિ થશે.
![જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10881077_mahakk.jpg)
શિવ ભક્તોના પ્રવેશ પર સરકારના પ્રતિબંધ બાબતે નાગા સંન્યાસીઓ અસંતુષ્ટ
ભવનાથની તળેટી હવે ધીમે ધીમે મહાશિવરાત્રી મેળાને લઇને જીવંત બનતી જોવા મળી રહી છે. જીવ અને શિવના મિલન સમો આદિ- અનાદિ કાળથી યોજાતો આવતો મહાશિવરાત્રી મેળો શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં એક અઠવાડિયા સુધી નાગા સંન્યાસીઓ અખંડ ધૂણી ધખાવીને ભોળાનાથની ભક્તિ કરવામાં લીન જોવા મળતા હોય છે, ત્યારે ભવનાથની ગિરિ તળેટીમાં ધીમે ધીમે મેળાને લઇને ધુણા અને નાગા સંન્યાસીઓનું આગમન થતું જોવા મળી રહ્યું છે. જીવ અને શિવના મિલન સમા આ ધાર્મિક મેળામાં શિવના સૈનિક નાગા સંન્યાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. જેના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભવનાથ આવતા હોય છે. પરંતુ આ વર્ષે સરકારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મેળાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેને લઈને નાગા સંન્યાસીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
![ભવનાથ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-meli-vis-01-byte-01-pkg-7200745_04032021143306_0403f_1614848586_182.png)