ETV Bharat / city

Indian Fishermen : પાકિસ્તાની સરકારે ભારતીય માછીમારોને કર્યા મુક્ત, પરિવારજનોમાં છલકાયા હર્ષના આંસુ

પાકિસ્તાની સરકાર ભારતના (Indian Fishermen) 20 જેટલા માછીબંદુઓને મુક્ત કર્યા છે. આ અવસર પર માછીમાર પરિવારો વેરાવળ બંદર (Fishermen at Veraval Port) પર મુક્ત થયેલા માછીમારોનું સ્વાગત કરવા પહોંચી ગયા હતો. માછીમારોએ પોતાના વતનમાં (Pakistan Frees Indian Fishermen) પગ મુકતા હર્ષના આંસુ જોવા મળ્યા હતા.

Indian Fishermen : પાકિસ્તાની સરકાર ભારતીય માછીમારોને કર્યા મૂક્ત, પરિવારજનોમાં છલકાયા હર્ષના આંસુ

author img

By

Published : Jun 23, 2022, 12:07 PM IST

જૂનાગઢ : ભારતીય જળ સીમા પરથી અનેકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ (Pakistan Marine Security)દ્વારા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ભારતીય માછીમારોને કરાચીની જેલમાં રાખવામાં આવે છે. ત્યારે પાકિસ્તાનની જેલમાં છેલ્લા પાંચ વર્ષથી બંધ ભારતના 20 જેટલા માછીમારોને મુક્ત (Fishermen at Veraval Port) કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડરથી મુક્ત થયેલા માછીમારો વેરાવળ બંદર પર પહોંચતા પરિવાર સાથે માછીમારોનું મિલન થતા વાતાવરણ (Pakistan frees Indian Fishermen) ખુશીથી મહેકી ઉઠ્યું હતું.

પાકિસ્તાની સરકાર ભારતીય માછીમારોને મુક્ત કરતા પરિવારજનોમાં હર્ષના છલકાયા આંસુ

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારો આવ્યા વતન - પાકિસ્તાનની જેલમાં છેલ્લા પાંચ વર્ષથી બંધ ભારતના 642 પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. મુક્ત થયેલા માછીમારો વાઘા બોર્ડરથી ભારતીય અધિકારીઓને પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા સોંપવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયેલા તમામ 20 માછીમારો ફિશરીઝ વિભાગના અધિકારી અને પોલીસને સજ્જડ સુરક્ષા વચ્ચે આજે વેરાવળ બંદરે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના પરિવારજનોએ માછીમારોનુ ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પાંચ વર્ષ બાદ માછીમારોનું તેમના પરિવારના સદસ્ય સાથે સુખદ મિલન થતા હરખના દ્રશ્યો પણ બંદર પર જોવા મળ્યા હતા. માછીમારોના પરિવારો વહેલી સવારથી જ વેરાવળ બંદર પર તેમના પરિવારના સભ્ય ને લેવા માટે ખૂબ જ ઉમળકાભેર આવી પહોંચ્યા હતા, ત્યારે માછીમારોને લઈને બસ વેરાવળ બંદર આવી પહોંચતા પ્રત્યેક માછીમાર પરીવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા.

પાકિસ્તાની સરકાર 20 જેટલા માછીમારોને કર્યા મૂકત

આ પણ વાંચો : Pakistan release Gujarat fishermen: પાકિસ્તાન ગુજરાતના 20 માછીમારોને મુક્ત કરશે

પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોનું કરાય છે અપહરણ - ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલા ભારતીય માછીમારોને પાકિસ્તાન (Indian Fishermen in Pakistan) સુરક્ષા એજન્સીઓ ઇરાદાપૂર્વક તેમનો આભાર પણ કરી જાય છે અને તેમને પાકિસ્તાનની જેલમાં મોકલી આપે છે. સાથે ખૂબ જ કિંમતી ગણાતી માછીમારીની બોટ પર પણ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ કબજો કરી લેતી હોય છે, ત્યારે પાકિસ્તાનની જેલમાં 642 જેટલા માછીમારો સબડી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓના કબજામાં ભારતની 1150 જેટલી માછીમારી કરવા માટેની કીમતી બોટ આજે પણ કબજામાં જોવા મળી રહી છે. મુક્ત થયેલા માછીમારો પાકિસ્તાન જેલની વેદના વ્યક્ત કરી હતી. માછીમારોને તાકીદે છોડાવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. સાથે સાથે પાકિસ્તાન સુરક્ષા એજન્સી પાસે રહેલી કિંમતી માછીમારી કરવાની બોટ પણ પરત લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

પાકિસ્તાની સરકાર ભારતીય માછીમારોને કર્યા મૂક્ત

આ પણ વાંચો : 20 ભારતીય માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે

મુક્ત થયેલા માછીમારોની વિગત - 12 સપ્ટેમ્બર 2018ના દિવસે કોડીનાર (Indian Fishermen) અને પોરબંદરની બોટ પાકિસ્તાન એજન્સીઓએ અપહરણ કરી હતી. જેમાં કોડીનારની બોટમાં 06 અને પોરબંદરની બોટ માં 07 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. તેવી જ રીતે 17 ઓક્ટોબર 2018 ના દિવસે જામનગરની બોટનું અપહરણ કરાયું હતું. જેમાં 07 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. મુક્ત થયેલા માછીમારો પૈકી 12 માછીમારો ઉના તાલુકાના 05 દ્વારકા ના કોડીનાર જામખંભાળિયા અને જામનગરના એક એક મળીને કુલ 20 જેટલા માછીમારો વેરાવળ બંદરે આવી પહોંચતા તેમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરીને તમામને પરિવાર સાથે મોકલી આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.