- જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદને (Heavy Rain) કારણે તમામ જળાશયો છલકાયા
- ઓજત વિયર ડેમના (Ojat Weir Dam) તમામ દસ દરવાજા ખોલવામાં આવ્યા
- ડેમના દરવાજા ખોલવામાં આવતા ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું
જૂનાગઢઃ જિલ્લામાં 48 કલાકથી અતિભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે, જેને કારણે મોટા ભાગના જળાશયો અને સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો (Overflow) થઈને વહી રહ્યા છે. 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે જૂનાગઢની સૌથી મોટી ઓજત વિયર સિંચાઈ યોજનાના (Ojat Weir Irrigation Scheme) તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આને લઇને ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
ઓજત વિયર ડેમમાંથી વહેલું પાણી ઓજત નદીમાં જોવા મળ્યું
શહેરમાં અતિભારે વરસાદના કારણે વંથલી નજીક આવેલા ઓજત વિયર ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી ઓજત વિયર ડેમમાંથી વહેલું પાણી ઓજત નદીમાં જોવા મળી રહ્યું છે અને આના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો હોવાથી જિલ્લાના તમામ જળાશયો અને નાની-મોટી તમામ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની આગાહી પૂરની પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતા
હવામાન વિભાગે હજી પણ આગામી 48 કલાક સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. આથી પૂરની સ્થિતિ હજી પણ વિકટ બને તેવી સ્થિતિ નકારવામાં આવતી નથી. જે પ્રકારે અતિભારે વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયો અને નાનીમોટી નદીઓમાં ધસમસતો પૂરનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તો આવી પરિસ્થિતિમાં જો હજી પણ વરસાદનું આગમન થાય તો આ પૂરની પરિસ્થિતિ વધુ સંકટ ભરી બની શકે છે. આને કારણે ગામડાના લોકો અને ખેડૂતોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર પણ પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પડેલો વરસાદની પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વધુ ચિંતા ઊભી કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ ખંભાળિયામાં વરસી રહેલા અવીરત વરસાદના પગલે ઘી ડેમ ઓવરફલો થવાની આરે...
આ પણ વાંચોઃ ગીરસોમનાથના ભવનાથ મંદિરમાં વરસાદી પાણી ભરાતા ઈતિહાસમાં પહેલી વખત મંદિર બંધ કરાયું