- જૂનાગઢનો વણિક પરિવાર બન્યો ખેડૂત
- પરિવારના મોભીને જંતુનાશક દવાને કારણે પક્ષધાતનો હુમલો આવતા ખેતી કરવાનો કર્યો નિર્ણય
- 32 જાતના ફળ શાકભાજી અને અનાજની ખેતી કરી બન્યા અક્ષર ખેડૂત
- રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના સ્થાને ગાય આધારિત ખેતી કરીને નવો ચીલો ચીતર્યો
જૂનાગઢ : શહેરમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ વ્યવસાય સાથે સંકળાયેલા મહેતા પરિવારે અનોખી રીતે ખેતી કરવાની શરૂઆત કરી છે. થોડા વર્ષ પહેલા પરિવારના મોભી હર્ષદભાઈ મહેતાને પક્ષઘાતનો હુમલો આવતા તબીબોએ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરવાળા શાકભાજી તેમજ અનાજ અને અન્ય ફળોનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતાં તેમને પક્ષઘાતનો હુમલો આવ્યા હોવાની જાણ કરી હતી. જે બાદ મહેતા પરિવારે પોતે ખેતી કરવાનો નિર્ણય કરીને જંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર વગરના શાકભાજી અનાજ અને ફળનું વાવેતર કરીને જૂનાગઢ પંથકમાં વાહવાહી મેળવી રહ્યા છે.
મહેતા પરિવારે શરૂ કરી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી
મહેતા પરિવારે ખડીયા નજીક ભાગ્યુ ખેતર રાખીને ત્યાં રીંગણ, ગુવાર, ભીંડો, કારેલા, મેથી અને પાલક સહિતના શાકભાજી તેમજ ઘઉં બાજરી મકાઈ જેવા અનાજ મગફળી અને કપાસ જેવા તેલીબીયા શેરડી, પપૈયા, કેળા, મોસંબી, સંતરા, લીંબુ જેવા ફળ પાકોને ગાય આધારિત ખેતી કરીને જૂનાગઢ પંથકમાં ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યા છે.
32 જેટલા ખેતી પાકોનું ઉત્પાદન
32 જેટલા ખેતી પાકોના ઉત્પાદનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની જગ્યાએ મહેતા પરિવારે ગાય આધારિત ખેતી કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.