જૂનાગઢ- જૂનાગઢ જિલ્લામાં આજે ઐતિહાસિક ઘટના બની છે. પ્રથમ વખત બ્રેઈન ડેડ થયેલા વ્યક્તિ બે કીડની અને લિવરનું (Organ donation in Junagadh) દાન કરવામાં આવ્યું છે. જૂનાગઢના ઈતિહાસ માટે આ ઘટના ખૂબ ગૌરવપૂર્ણ માનવામાં આવી છે. બ્રેઈનડેડ (Organ donation of Brain Dead)થયેલી મગનભાઇ ગજેરા નામની બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી આજે ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું છે તેનો ગર્વ ગજેરા પરિવાર લઈ રહ્યો છે. આ પ્રકારની અંગદાન સાથે ગ્રીન કોરિડોરની ઘટના પણ પ્રથમ વખત જોવા મળી હતી.
મૃતકના પરિવારજનોએ અંગદાન માટે દર્શાવી તૈયારી - મૃતક મગનભાઇ ગજેરાના પરિવારે બ્રેઈનડેડ (Organ donation of Brain Dead)થયેલા તેમના સ્વજનની અંગદાન કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ગજેરા પરિવારે હૃદય, ફેફસાં, કીડની અને લિવરનું (Organ donation in Junagadh) દાન કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે પાછલા 24કલાકથી જૂનાગઢની સતાસિયા હોસ્પિટલમાં અંગદાનને (Organ donation of Maganbhai Gajera) લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
બીજીતરફ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કીડની અને લિવરનું મેચિંગ થઈ જતા અંગદાનની (Organ donation in Junagadh) પ્રક્રિયા (Process of organ donation) શરૂ કરવામાં આવી હતી. ખૂબ જટિલ માનવામાં આવતી શસ્ત્રક્રિયા દ્વારા આજે સફળતાપૂર્વક મૃતક મગનભાઇ ગજેરાના બે કિડની અને લિવરનું ગ્રીન કોરિડોર અને ત્યારબાદ કેશોદ એરપોર્ટથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યા છે તેમના અંગદાનથી (Organ donation of Brain Dead) ત્રણ વ્યક્તિને નવું જીવતદાન મળી રહ્યું છે. મૃતક મગનભાઇ ગજેરા આજે હયાત નથી પરંતુ ત્રણ વ્યક્તિના શરીરમાં તેઓ સદાય જીવંત જોવા મળશે.