સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવપ્રત્યે સમગ્ર વિશ્વના શિવ ભક્તો (Somnath Temple social Media) ભારે આસ્થા ધરાવી રહ્યા છે. મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરવાની સાથે હવે સોશિયલ મીડિયાના (Somnath Temple Official Site )માધ્યમથી દર્શન કરતાં શિવ ભક્તોની સંખ્યા કરોડોને પાર પહોંચી ગઈ છે. ગત શ્રાવણ મહિના દરમિયાન એક કરોડની (Somnath Temple site) આસપાસ શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી દર્શન કરીને શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં જન્માષ્ટમીની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી
NRI પણ કરે છે દર્શનઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવપ્રત્યે સમગ્ર વિશ્વના શિવ ભક્તો ભારે આસ્થા ધરાવી રહ્યા છે. મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરવાની સાથે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન દર્શન કરતાં શિવ ભક્તોની સંખ્યા કરોડોને પાર પહોંચી ગઈ છે. ખાસ કરીને વહેલી સવારે આરતી લાઈવ કરવામાં આવે છે. એ પછી શૃંગાર દર્શન થાય છે. એ પછી બપોરના સમયે પણ સોમનાથ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. સોમનાથ જ્યોર્તિંલીંગના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર પણ આના વીડિયો અને ફોટા પોસ્ટ કરવામાં આવે છે.
લાઈવ પ્રસારણઃ વર્ષ 2015 થી સોમનાથ મહાદેવના દર્શન સોશિયલ મીડિયાના વિવિધ સાત માધ્યમો થકી શિવ ભક્તોને વિશ્વના કોઈપણ ખૂણામાં ઓનલાઇન મળી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના ઓનલાઇન દર્શન માટે સોમનાથ એપ સહિત ફેસબુક વીટર instagram અને youtube ના માધ્યમથી દેવાધિદેવ સોમેશ્વર મહાદેવ વિવિધ દર્શન પૂજા આરતી ધ્વજારોહણ સહિતના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયાના માધ્યમ પર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવે છે.
આ પણ વાંચોઃ પાટણમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે બંધ બારણે લોકસભા કોર કમિટીની યોજી બેઠક
કરોડોનો પ્રતિસાદઃ સમગ્ર વિશ્વના લોકો ખૂબ બહોળા પ્રમાણમાં જોઈ રહ્યા છે. વર્ષ 2021 માં વિશ્વના 45 થી વધુ દેશોમાં અંદાજિત 78 કરોડ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. વહેલી સવારે ફેસબુક પર સોમનાથની આરતી સવારે 7 વાગ્યે લાઈન કરવામાં આવે છે. જ્યારે શિવરાત્રી નિમિતે વિશિષ્ટ પૂજા અને શૃંગાર દર્શનના ફોટો પોસ્ટ કરવામાં આવે છે. આ સાથે તીથિ અને સમય પણ મૂકવામાં આવે છે. જેના કોમેન્ટબોક્સમાં અનેક શિવભક્તો પોતાની આસ્થા અનુસાર પડકારો આપે છે.
શું કહે છે મેનેજરઃ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ઓનલાઈન ભક્તો અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે પાછલા શ્રાવણ માસ દરમિયાન અત્યાર સુધીમાં એક કરોડની આસપાસ શિવ ભક્તોએ મહાદેવના સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા છે. સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન ની વ્યવસ્થા વર્ષ 2015 થી શરૂ કરાઈ હતી. જેને હવે ધીમે ધીમે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને કારણે સોમનાથ મંદિર સિવાય રામ મંદિર ભાલકાતીર્થ અને ગૌલોક ધામ મંદિરનું પણ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચોઃસુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી
લોકડાઉનમાં પણ કોરોડ વ્યૂઃ વધુમાં પાછલા બે વર્ષ કોરોના લોક ડાઉનને કારણે પણ કરોડોની સંખ્યામાં શિવ ભક્તોએ સોમેશ્વર મહાદેવના વિશ્વના 45 દેશોમાંથી દર્શન કર્યા હતા ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં 09 કરોડ 68 લાખ શિવ ભક્તોએ મહાદેવના ઓનલાઈન દર્શન કરવાનો લાભ પ્રાપ્ત કર્યો છે. ટ્રસ્ટ દ્વારા મહાદેવની ઈ-પૂજાનો વિકલ્પ પણ શરૂ કરાયો છે. જેમાં સોશિયલ મીડિયાની એપના માધ્યમથી ભક્તો સોમનાથ મહાદેવની પૂજા અને સંકલ્પ તેમના નિર્ધારિત સ્થાન પર બેઠા બેઠા કરી શકે છે. આ પ્રકારની ઈ-પૂજા હવે શિવભક્તોમાં ખૂબ પ્રચલિત બની રહી છે. જેનો લાભ પણ સોમનાથ મંદિરને થઈ રહ્યો છે.