- જૂનાગઢ મેંદરડા માર્ગ પર સર્જાયો અકસ્માત
- કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
- અકસ્માતમાં બાઇક ચાલક દંપતી થયું ખંડિત, પતિનું થયું મોત
જૂનાગઢ: મેંદરડા ધોરીમાર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જૂનાગઢથી મેંદરડા તરફ જઇ રહેલા બાઇકચાલકને મેંદરડાથી જૂનાગઢ તરફ આવી રહેલી એક કાર ચાલકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો- પાટણના ઉંઝા ત્રણ રસ્તા પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત: બાઈક ચાલક ઈજાગ્રસ્ત
બાઈક ચલાવી રહેલા આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું
આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા આધેડ વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મેંદરડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ
મેંદરડા નજીક ધોરી માર્ગ પર કાર અને બાઈકના અકસ્માતના સમાચાર મળતા મેંદરડા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને મૃતક વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે તેમની સાથે રહેલી તેમની પત્નીને પણ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- 100થી વધુ પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ, 1નું મોત, 19 ઈજાગ્રસ્ત
પોલીસે ગુનો નોંધી કાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
અકસ્માત સર્જયા બાદ પોરબંદર પાર્સિંગ ધરાવતી કારનો ચાલક ઘટના સ્થળે જ કાર મુકીને નાસી ગયો હતો. અકસ્માત બાદ મેંદરડા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને તેને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.