જુનાગઢ: શહેર અને આસપાસના વિસ્તારોમાં છેેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે શાપુર નજીક આવેલા ઓજત વિયર જળાશય(Shapur Ojat Viyar Reservoir) ઓવર ફ્લો થઈ રહ્યું છે. દર સેકન્ડે જળાશયમાંથી હજારો ગેલન પાણીનો પ્રવાહ ઓજત નદીમાં(Junagadh Area Dams Overflow) ઠલવાઈ રહ્યો છે. આ પાણીનો પ્રવાહ જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના(Ghed area of Porbandar district) 50 જેટલા ગામો માટે ચિંતાનું પાણી બની શકે છે.
આ પણ વાંચો: Rain In Junagadh: અતિભારે વરસાદે વંથલી, કેરાળા અને આણંદપુરના ડેમોને આપી વરસાદી ભેટ
ઓજત વિયર જળાશય છલકાયું ઘેડ માટે ચિંતા - જુનાગઢ અને સમગ્ર જિલ્લામાં અવિરત પણે મેઘ સવારી આવી રહી છે ત્યારે ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે શાપુર નજીક આવેલ ઓજત વિયર જળાશયમાંથી(Ojat River Waterflow) હજારો ગેલન પાણી પ્રતિ સેકન્ડે ઓજત નદીમાં ઠલવાઈ રહ્યું છે. જુનાગઢના માટે આ સમાચાર ખૂબ જ ખુશી આપનારા છે, પરંતુ ઓજત નદીમાં ધસમસતો જતો પૂરના પાણીનો પ્રવાહ જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડના 50 કરતાં વધુ ગામો માટે આ પાણી ખૂબ ચિંતાનું પાણી બની જશે. પાછલા ઘણા વર્ષોથી જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તારમાં આવેલા પૂરને કારણે જળમગ્ન બને છે. તેને કારણે માણાવદર, કેશોદ, વંથલી, માંગરોળ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ તાલુકાના(Kutiana and Ranavav talukas) કેટલા ગામો જળમગ્ન બની જાય છે. આ ધસમસતો જતો પાણીનો પ્રવાહ ઘેડ વિસ્તાર માટે ચિંતાનું પાણી બની રહેશે.
આ પણ વાંચો: Rain in Junagadh: પ્રથમ વરસાદે જ જૂનાગઢનો આણંદપુર ડેમ થયો ઓવરફ્લો
આગામી ભારે વરસાદને કારણે પણ પૂરમાં થશે વધારો - આગામી દિવસોમાં હવામાન વિભાગે હજુ પણ સૌરાષ્ટ્ર વિસ્તાર અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહીઓ વ્યક્ત કરી છે ત્યારે વરસાદને કારણે ઓજત નદીમાં પૂરનો પ્રવાહ વધુ ચિંતાજનક બનશે. ઓજત નદીમાં આવી રહેલું વરસાદી પૂરુંનું પાણી નિચાણવાળા ઘેડના ગામોને વગર વરસાદે પણ જળમગ્ન કરી મૂકશે પાછલા કેટલાય દશકાઓથી ઘેડના ગામ ચોમાસા દરમિયાન વગર વરસાદે પણ જળમગ્ન બનતા હોય છે. આ પરિસ્થિતિ કેટલાક દિવસો સુધી સતત જોવા મળે છે. જેને કારણે લોકોના ઘર ખેતર જ્યાં નજર પડે ત્યાં એક માત્ર ઓજતના ધસમસતા પુરનું પાણી જોવા મળે છે.