- કોરોના દર્દીની સેવામાં સતત ખડે પગે જોવા મળી રહ્યા છે સિસ્ટર અને બ્રધર
- પાછલા એક વર્ષથી નર્સિંગ વિભાગના કર્મચારીઓ સતત બજાવી રહ્યા છે ફરજ
- કોરોના વોર્ડમાં દર્દીઓને માનસિક રીતે પણ સ્વસ્થ કરતા જોવા મળ્યા આરોગ્ય કર્મચારીઓ
જૂનાગઢ: કોરોનાનું સંક્રમણ સતત પાછલા એક વર્ષથી વધતું જતું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ સંક્રમિત દર્દીઓની સેવા માટે સતત 24 કલાક ખડેપગે જોવા મળી રહ્યા છે. હાલ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 850 કરતા વધુ કોરોના સંક્રમિત દર્દીઓ અલગ અલગ વિભાગમાં તબીબી સારવાર મેળવી રહ્યા છે. આ તમામ સંક્રમિત દર્દીઓની વચ્ચે પોતાની જાતને હોમી દઈને આરોગ્ય કર્મચારીઓ પાછલા 12 મહિનાથી સતત દર્દીઓની સેવા કરીને તેમને કોરોનામુક્ત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કોરોના દર્દીઓને તણાવમુક્ત રાખવા મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમ્યો
તબીબો માનસિક રીતે પણ કોરોના સંક્રમિત વ્યક્તિને બનાવી રહ્યા છે
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા 250 કરતાં વધુ દર્દીઓને કોરોના મુક્ત કરવાની દિશામાં 24 કલાક કામ કરી રહ્યા છે. આ સાથે, કોરોના સંક્રમિત વ્યક્તિ માનસિક રીતે મજબૂત બને તે માટે પણ નર્સિંગ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત વ્યક્તિનું મનોબળ વધારવાની દિશામાં કામ કરી રહ્યા છે. કોરોના બોર્ડમાં કામ કરતા પ્રત્યેક બ્રધર-સિસ્ટર સંક્રમિત દર્દીઓને સમયાંતરે પ્રાણાયામ અને જરૂરી તેમજ હળવી કસરતો પણ કરાવી રહ્યા છે. તેનો સીધો ફાયદો પ્રત્યેક કોરોના સંક્રમિત વ્યક્તિના સ્વાસ્થ્ય અને મનોદશા પર હકારાત્મક રીતે પડી રહ્યો છે.
આ પણ વાંચો : કોરોના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ અમને પ્રેરણા પૂરી પાડે છે : ડૉ. નિશિતા