- મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો રેશમા પટેલે કાળા વાવટા ફરકાવીને કર્યો વિરોધ
- વિરોધ કરી રહેલા રેશ્મા પટેલની જૂનાગઢ પોલીસે કરી અટકાયત
- રેશ્મા પટેલ 10 તારીખે આમરણાંત ઉપવાસ પર પણ બેસે તેવી આપ ચિમકી
જૂનાગઢ : NCP મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલ મંગળવારના રોજ જૂનાગઢ આવેલાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે વિરોધ પ્રદર્શન કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને કાળા વાવટા ફરકાવીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાય હાય બોલાવીને વિરોધ કરી રહેલા NCP નેતા રેશ્મા પટેલની જૂનાગઢ પોલીસે અટકાયત કરીને તેમને સી ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ
રેશ્મા પટેલે આ અગાઉ પણ 10 એપ્રિલથી આમરણાંત ઉપવાસની આપી છે ચિમકી
પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે કોરોના સંક્રમણને લઈને બે દિવસ અગાઉ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ કરી હતી. જૂનાગઢમાં દવાઓથી લઈને દર્દીઓને પડી રહેલી હાડમારીને લઈને આગામી 10 એપ્રિલના રોજ જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે, આ અંતર્ગત જિલ્લા કલેક્ટરને રેશ્મા પટેલે આવેદનપત્ર પણ આવ્યું છે, પરંતુ મંગળવારના રોજ જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ આવી રહ્યા હતા, ત્યારે રેશ્મા પટેલે રૂપાણીના વિરોધ કરવાની તકને ઝડપીને તેમની સામે કાળા વાવટા ફરકાવી કોરોના સંક્રમણમાં રાજ્ય સરકારે દર્દીઓની સારવારની સાથે અન્ય તબીબી સુવિધાઓ પણ પૂરી પાડી રહી નથી. તેનો વિરોધ કરીને રૂપાણીની હાય બોલાવી તેમને કાળા વાવટા બતાવ્યા હતા.
આ પણ વાંચો - રાજ્યમાં આરોગ્યની અસુવિધાઓ અંગે NCP નેતા રેશ્મા પટેલની સરકારને ચીમકી