જૂનાગઢ સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાત અને તેમાં પણ મુક્તપણે ગિરનાર (Nature Safari Park in Junagadh) જંગલ વિસ્તારમાં જોવા મળતા સિંહોનું વેકેશન 16 તારીખ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ચોમાસાના ચાર મહિના સુધી વરસાદ અને સિંહના સંવવન સમયને કારણે સાસણ સફારી પાર્કમાં (Sasan Safari Park) સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. જે દર વર્ષની ઓક્ટોબર માસની 16મી તારીખે ફરી શરૂ થાય છે. જે ચાર મહિના બાદ ગીર સાસણ સફારી પાર્કમાં ફરી એક વખત સિંહોના દર્શન પ્રવાસીઓ કરી શકે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. (junagadh lion safari)
ચુસ્ત પાલન સાથે પ્રવાસીઓને પ્રવેશ સાસણ સફારી પાર્કના નાયબ વન સંરક્ષક ડો મોહન રામે 16મી તારીખથી સાસણ અને દેવળીયા સફારી પાર્ક શરૂ થવાને લઈને માહિતી આપી હતી કે, પ્રવાસીનો પ્રથમ જથ્થો વિધિવત રીતે રવાના કરવામાં આવશે. 150 જેટલા રુટ સાસણ (Devalia Safari Park) અને દેવળીયા સફારી પાર્ક માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ વખતે જંગલ વિસ્તારમાં વન વિભાગ અને સરકાર તેમજ આરોગ્યને લગતી જે દિશા નિર્દેશો જાહેર કરાયા છે, તેના ચુસ્ત પાલન સાથે પ્રવાસીઓને નેચર સફારીમાં પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. (junagadh lion resort)
ઓનલાઈન બુકિંગ ફૂલ રવિવારથી શરૂ થઈ રહેલી સફારીને લઈને ઓનલાઈન બુકિંગ ફૂલ થયાની વિગતો આપવામાં આવી છે. દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નેચર સફારી પાર્કની મુલાકાતે આવતા હોય છે. જેને લઈને સાસણ (junagadh gir safari) વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સવલત અને સિંહ દર્શનને લઈને તમામ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે માહિતી સાસણના નાયબ સંરક્ષક ડો મોહન રામે ETV Bharat જણાવ્યું હતું. ઉલ્લ્ખનીય છે કે, ગુજરાત ભરમાંથી દિવાળીની રજા લોકો ગિર તરફ વધુ પ્રયાસ કરતા હોય છે. (junagadh lion safari booking)