ETV Bharat / city

National Fire Brigade Day: રાષ્ટ્રીય ફાયર બ્રિગેડ ડેની ઉજવણીના પ્રસંગે આજે જૂનાગઢનું ફાયર બ્રિગેડ જોવા મળ્યું પાંગળું - વોટર બ્રાઉઝર ટ્રક

જૂનાગઢ મનપા પાસે ચાર માળથી ઊંચી ઈમારતોમાં આગ બુજાવી શકે તેવા સાધનનો અભાવ ફાયર સાધનોને(lack of equipment in fire departments) લઈને જૂનાગઢના ધારાસભ્યે ફરિયાદ અને સંકલન સમિતિમાં ઉઠાવ્યો હતો પ્રશ્ન જૂનાગઢ મનપાના(junagadh municipal corporation ) પદાધિકારીઓ સરકારમાં મિટિંગમાં હોવાથી રૂબરૂ પ્રતિભાવ ન મળી શક્યો.

National Fire Brigade Day: રાષ્ટ્રીય ફાયર બ્રિગેડ ડેની ઉજવણીના પ્રસંગે આજે જૂનાગઢનું ફાયર બ્રિગેડ જોવા મળ્યું પાંગળું

author img

By

Published : Apr 14, 2022, 5:00 AM IST

જૂનાગઢ: આજે(બુધવારે) અગ્નિ શામક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અગ્નિશામક દિવસની ઉજવણી ખાસ કરીને અગ્નિશામક દળને વધુ જાગૃત અને સશક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવણીની શરૂઆત કરાઈ હતી. પરંતુ જૂનાગઢ મનપા પાસે આજે પણ ચાર માળ કે તેથી ઊંચી ઈમારતોમાં આગ લાગે તો તેને બુઝાવવાની અને આગ પર કાબુ કરવાની સાધન સામગ્રી કે ટેકનોલોજી આજે પણ જોવા મળતી નથી. સૌથી દુઃખદ વાત એ છે કે જૂનાગઢ મનપાએ(junagadh municipal corporation fire department) અમરેલી નગરપાલિકાનું વોટર બ્રાઉઝર ફાયર સ્ટેશનમાં(Amreli municipal corporation fire department) રાખ્યું છે. આ એક વોટર બ્રાઉઝર(water browser truck) આધુનિક માનવામાં આવે છે. પણ તેની માલિકી અમરેલી નગરપાલિકાની છે. જૂનાગઢ મહાનગર બન્યું હોવા છતાં પણ હજુ સુધી આધુનિક અગ્નિશામક સાધનોનો(new equipment fire department) સમાવેશ ફાયર બ્રિગેડ શાખામાં થયો નથી. આ ઉપરાંત પ્રતિ વર્ષે ફાયર અધિકારીની નવી નિમણૂક પણ કરવી પડે છે. હજુ સુધી જુનાગઢ મનપાને ફાયર બ્રિગેડના કોઈ કાયમી અધિકારી મળ્યા નથી. આ ખૂબ શરમજનક બાબત છે.

જૂનાગઢ મનપા પાસે ચાર માળથી ઊંચી ઈમારતોમાં આગ બુજાવી શકે તેવા સાધનનો અભાવ ફાયર સાધનોમાં

આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકાની ફાયર સાધનો પગલે લાલ આંખ: 45 લોકોને નોટિસ ફટકારી

ફાયર સાધનોને લઈને જૂનાગઢના ધારાસભ્યે ફરિયાદ - જૂનાગઢ શહેર મહાનગર પાલિકા પાસે ફાયર બ્રિગેડને(Junagadh fire brigade) લઈને કેટલી સુસજ્જતા છે. તેને લઈને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ફરિયાદ અને સંકલન સમિતિમાં ખૂબ મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં તેમને જાણકારી આપવામાં આવી હતી કે જૂનાગઢ મનપા પાસે ચાર માળ કે તેથી ઊંચી ઈમારતોમાં આગ લાગે તો તેને બુજાવવાની કે તેના પર કાબૂ કરી શકે તેવા એક પણ ફાયરના સાધનો અને ફાયર ફાઈટર નથી. આવી પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ચાર માળ કે તેથી ઊંચી ઇમારતમાં આગ લાગે તો જૂનાગઢ મનપાનું ફાયર બ્રિગેડ હાથ ઘસતું રહી જાય છે. અને આગથી ખૂબ મોટું નુકસાન થઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ બાબત ખૂબ જ ચિંતાજનક છે ફરી એક વખત ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળવા જઇ રહી છે ત્યારે ધારાસભ્યે ફરી આ મામલાને લઈને પોતાનો પ્રશ્ન સમિતિ સમક્ષ મોકલી આપ્યો છે. શનિવારે જુનાગઢ મનપાનું તંત્ર ફાયર બ્રિગેડના સાધનોને લઈને કેવા પ્રકારનું આયોજન કરી રહ્યું છે. તેની વિગતો આપશે ત્યારબાદ નક્કી થશે કે જૂનાગઢની ચાર માળ કરતાં વધુ ઊંચી ઇમારતો આગ લાગે તો કેટલી સુરક્ષિત છે.

જૂનાગઢના ધારાસભ્યે ફરિયાદ અને સંકલન સમિતિમાં ઉઠાવ્યો હતો પ્રશ્ન જૂનાગઢ મનપાના પદાધિકારીઓ સરકારમાં મિટિંગમાં હોવાથી રૂબરૂ પ્રતિભાવ ન મળી શક્યો.

આ પણ વાંચો: હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો અંગે મહાનગરપાલિકા લાલઘૂમ, 10 બિલ્ડિંગના નળ કનેક્શન કાપ્યા

જૂનાગઢ મનપાના પદાધિકારીઓ સરકારમાં મિટિંગમાં રૂબરૂ પ્રતિભાવ ન મળી શક્યો - શહેરમનપાના પદાધિકારીઓ વિકાસના કામોને લઈને સરકારમાં મિટિંગ કરી રહ્યા હતા. જેથી કોઈપણ પદાધિકારીઓનો રૂબરૂ પ્રતિભાવ મેળવી શકાયો ન હતો. પરંતુ શહેર મનપાના પદાધિકારીઓ પણ હવે ફાયર સેફટીને લઈને નક્કર આયોજન કરશે તો જ શહેરશહેરને સંભવિત આગથી સુરક્ષિત કરી શકાશે. ત્યારે આગામી શનિવારે જૂનાગઢ મનપાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં ખાસ કરીને ફાયર બ્રિગેડને લઇને કોઇ અંતિમ નિર્ણય થાય તેવી પૂરી શક્યતાઓ છે. વધુમાં રાજ્યની વડી અદાલત પણ બહુમાળી ઇમારતો અને બિલ્ડિંગમાં વારંવાર લાગતી આગને લઈને ખૂબ ચિંતિત છે. અને તમામ મનપા સામે આકરું વલણ દાખવી રહી છે. ત્યારે આગામી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જૂનાગઢ મનપા ફાયર બ્રિગેડને લઈને કોઈ અંતિમ નિર્ણય કરે તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.