જૂનાગઢ:છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરમાં ચોમાસા દરમિયાન ગાંડી વેલ આવતી જોવા મળી રહી છે.જે સરોવરની સુંદરતામાં હવે અવરોધક પણ બની રહી છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ મનપા તંત્ર દ્વારા વેલને સરોવર માંથી દૂર કરવાની કાર્યવાહી મજૂરો બોટ અને અન્ય યાંત્રિક સાધનોની મદદથી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વેલ નરસિંહ મહેતા સરોવરમાં આવી રહી છે. જે મનપા તંત્ર માટે પણ માથાના દુખાવા સમાન બની રહી છે.
- વર્ષ 2002માં જૂનાગઢ નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
- 2004માં પ્રથમ ચૂંટણીઓ યોજવામાં આવી હતી.
- દર વર્ષે ચોમાસા દરમિયાન ગાંડી વેલનું નરસિંહ મહેતા સરોવરમાં સામરાજય
ભાજપ શાસન પર આવતાની સાથે જ સરોવરમાંથી ગાંડી વેલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દર વર્ષે કરવામાં આવી રહી છે, પરંતુગાડી વેલને કાયમી ધોરણે નરસિંહ મહેતા સરોવરમાંથી દૂર કરવામાં સફળતા હજુ સુધી મળી નથી.
શહેરમાં આવેલા પર્યટન સ્થળોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સરકાર અને મનપા સતત કામ કરી રહી છે, પરંતુ દર વર્ષે ચોમાસા દરમિયાન વેલ આવી ચડે છે. જેને કારણે નરસિંહ મહેતા સરોવરની સુંદરતા જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય બની રહે છે.