જૂનાગઢ : શહેરનો ધરાર નગર વિસ્તાર ફરી એક વખત રક્ત રંજીત થયો છે. ગત રાત્રિના સમયે કોઈ કારણોસર કેટલાક યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ બાદ કોઈ તિક્ષણ હથિયાર વડે યુવાન પર જીવલેણ હુમલો (Murder InJunagadh) કરવામાં આવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં તેનુ મૃત્યું થયું હતું. સમગ્ર મામલામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં હત્યા : જૂનાગઢ શહેરનો ધરાનગર વિસ્તાર ગુન્હાખોરીને લઈને ઘણા વર્ષોથી કુખ્યાત બની રહ્યો છે, ત્યારે પોલીસે હુમલો અને ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવાનનુ મોત થતા હત્યાને પગલે તપાસ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસે યુવક પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેનારના કિસ્સામાં કેટલાક આરોપીને પકડી પાડ્યા હોવાની પણ વિગતો મળી રહે છે.
હત્યાનો મુખ્ય સૂત્રધાર કોર્પોરેટરનો પુત્ર હોવાની શક્યતા : સમગ્ર હત્યાને લઈને જૂનાગઢનો ધરાર નગર વિસ્તાર ફરી એક વખત ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની પાછળ અહીંના સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓના હાથ હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. આજે થયેલી હત્યાની પાછળ પણ રાજકીય આગેવાન હોવાનું મનાઈ રહ્યું છે. આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર જીવાભાઇ સોલંકીના પુત્ર હરેશ સોલંકી હત્યાની પાછળ હોવાની વિગતો મળી રહી છે.
હત્યાકાંડને લઈને ભાજપના કોર્પોરેટરના પરિવાર શંકાઓ : હાલ પોલીસે સમગ્ર મામલામાં શકમંદોની તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં સમગ્ર મામલા માં યુવાનની હત્યા કરનાર લોકોના નામ અને આરોપીઓ પરથી પડદો ઉચકાઈ જશે. અગાઉ પણ આ વિસ્તારના કોર્પોરેટર અને તેમના પુત્રો પર હત્યા અને કોર્પોરેટરના પરિવારના પુત્રો અને સભ્યોની હત્યા થઈ હોવાની પણ ઘટનાઓ બની છે. જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યામાં આ જ વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટરના દ્વારા કરવામાં આવી હતી. મહિલા કોર્પોરેટરનો પતિ પણ હાલ જેલમાં છે. ત્યારે વધુ એક વખત હત્યાકાંડને લઈને ભાજપના કોર્પોરેટરના પરિવાર શંકાઓ છે જેનો ખુલાસો આગામી દિવસોમાં થશે.