જૂનાગઢ- ગઈ કાલે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી (MP Mansukh Vasava controversy) ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર પ્રત્યેક અનુસૂચિત જનજાતિના વ્યક્તિનો અનુસૂચિત જનજાતિનો દરજ્જો પરત લેવો જોઈએ તેવું નિવેદન જાહેર મંચ પરથી કર્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ગેરબંધારણીય અને ગેરવાજબી હોવાનો મત જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ (Junagadh Lawyer Kirit Sanghvi)આપ્યો છે.
શું કહે છે ધારાશાસ્ત્રી - ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ જણાવ્યું કે બંધારણમાં રજૂ કરવામાં આવેલા અનુચ્છેદ મુજબ પણ સાંસદ મનસુખ વસાવાનું (MP Mansukh Vasava controversy)આ નિવેદન બંધારણીય રીતે પણ તર્કસંગત નથી. ભારતનું બંધારણ સાર્વભોમત્વ અને બિન સાંપ્રદાયિક દેશ તરીકેનું પ્રસ્થાપિત થયું છે. ભારતનું બંધારણ વિશ્વના શ્રેષ્ઠ બંધારણ પૈકી એક માનવામાં આવે છે. ભારતના બંધારણમાં કોઈ પણ વ્યક્તિને ધર્મ કે સંપ્રદાયના પાલન કરવાને લઈને કોઈ પ્રતિબંધ (provision in the constitution regarding conversion ) મૂકવામાં આવ્યો નથી. કોઈ પણ પુખ્ત વ્યક્તિ પોતાની રીતે પોતાનો ધર્મ સ્વીકારી શકે છે અને તેનું પાલન પણ તે કરી શકે છે. આવી જોગવાઈ ભારતના બંધારણમાં જોવા મળે છે તેને ધ્યાને રાખીને ભાજપના સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન ભારતના બંધારણની વિરુદ્ધ હોવાની સાથે તે ગેરકાનૂની પણ છે.
ભારતના બંધારણના 15 અને 25 અનુચ્છેદ ધર્મ સ્વાતંત્ર્યનો આપે છે અધિકાર - ભારતના બંધારણમાં અનુચ્છેદ 15 અને 25 કોઈ પણ વ્યક્તિને ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર (Articles 15 and 25 of the Constitution of India) આપે છે બિન સાંપ્રદાયિક બંધારણ હોવાને કારણે ભારતમાં આજે પણ અનેક ધર્મ અસ્તિત્વ ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ તેની ધાર્મિક આસ્થા અનુસાર તે ધર્મની પૂજા કે તે ધર્મના અનુયાયી તરીકે જોડાતો હોય છે. તે મુજબ ભારતનો કોઈ પણ નાગરિક કે વ્યક્તિ તેની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મનું પાલન (provision in the constitution regarding conversion )કરી શકે છે. આવી જોગવાઈ ભારતના બંધારણના 15માં અનુચ્છેદમાં કરવામાં આવી છે
સરકાર કોઈ પણ વ્યક્તિને ઈચ્છા મુજબ ધર્મપાલન કે અનુસરણ માટે રોકી ન શકે -બંધારણના 25માં અનુચ્છેદમાં રાજ્ય કે કેન્દ્રની કોઈ પણ સરકાર કોઈ પણ વ્યક્તિને તેની ઈચ્છા મુજબના ધર્મનું પાલન કે અનુસરણ કરવા માટે રોકી ન શકે. બીજા શબ્દોમાં કહીએ તો 25માં અનુચ્છેદમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ વ્યક્તિને તેની ઈચ્છા મુજબના ધર્મનું પાલન કે આચરણ કરવાને લઈને કોઈ પ્રતિબંધો ન લાદી શકે કે કોઇ પણ વ્યક્તિને તેની ઈચ્છા મુજબના ધર્મનું આચરણ કે પાલન કરતા રોકી પણ ન શકે. ભારતના બંધારણમાં 15માં અનુચ્છેદમાં વ્યક્તિને ધર્મ સ્વાતંત્રની આઝાદી આપવામાં આવી છે. તો તેને ધ્યાને રાખીને જોઈએ તો ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનું (MP Mansukh Vasava controversy) નિવેદન ગેરબંધારણીય અને અયોગ્ય હોવાનું જૂનાગઢના ધારાશાસ્ત્રી કિરીટ સંઘવી જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Two killed in Bharuch: નર્મદા નદીમાં ગેરકાયદે ખનનથી નિર્દોષ લોકો આવી ઘટનાનો ભોગ બન્યાં, સાંસદનું નિવેદન
થોડા સમયના અંતરે ગુજરાતમાં ધર્મ અને કોમ વચ્ચે થઈ કટુતા -પાછલા થોડા જ દિવસો પૂર્વે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં બે કોમ અને સંપ્રદાયના લોકો વચ્ચે ચોક્કસ ધર્મના પાલન અને ચોક્કસ ધર્મનો વિરોધ કરવાને લઈને કટુતા ઊભી થઈ છે. કેટલાક કિસ્સામાં લોકોએ પોતાનો જીવ ગુમાવવા સુધીની ઘટના સામે આવી છે. આવી ઘટના બિન સંપ્રદાય બંધારણ ધરાવતા ભારત માટે ખૂબ જ નાલેશીજનક માનવામાં આવે છે.
ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનું (MP Mansukh Vasava controversy)જાહેર મંચથી થયેલું નિવેદન ચૂંટણીના સમયમાં આ પ્રકારનું નિવેદનો ધાર્મિક કટ્ટરતા અને રાજકીય રીતે ફાયદો મેળવવા માટેનું હોઇ શકે છે. આ પ્રકારના નિવેદનો હજુ પણ ચૂંટણીના સમયમાં સામે આવતા રહેશે પરંતુ ભારતનું બંધારણ આ પ્રકારના નિવેદનોને સમર્થન આપતું નથી.