જૂનાગઢ : નિર્મલ ધ્યાન કેન્દ્ર જુનાગઢ દ્વારા મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવનું (Moksha Kalyan Ladu Mahotsav) આયોજન ભવનાથમાં કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જૈન આચાર્યોની હાજરીમાં વિધિવત રીતે પૂજન કરીને મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવ (Junagadh Giritaleti Mahotsav) શરૂ કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા અને મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવના સહભાગી બન્યા હતા.
આ પણ વાંચો : આ વીડિયો જોઈને પાવાગઢ કે જૂનાગઢ પણ ભૂલી જશો, ધોધની સાથે જુઓ પ્રકૃતિનો નજારો
મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવ - નિર્મલ ધ્યાન કેન્દ્ર જુનાગઢ દ્વારા દર વર્ષે અષાઢ સુદ છઠ અને સાતમના દિવસે મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવનું આયોજન થતું હોય છે. તે મુજબ આ વર્ષે પણ ગીરી તળેટીમાં મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવનું આયોજન થયું હતું. વહેલી સવારે નિર્મલ ધ્યાન કેન્દ્રમાં જૈન ધર્મના આચાર્યો અને શ્રાવક તેમજ શ્રાવીકાઓની ઉપસ્થિતિની વચ્ચે બે દિવસ ચાલનારા મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવ વિધિવત જૈન ધર્મની પરંપરા મુજબ પૂજન કરીને (Moksha Kalyan Ladu Mahotsav in Junagadh) શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી આવેલા જૈન સમાજના શ્રાવક અને શ્રાવીકાઓએ ભાગ લઈને મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવની ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો : ભારે વરસાદને કારણે ગીરનારને વાદળાનું આલિંગન, ભવનાથમાં ઝરણાનું ખળખળ
શોભાયાત્રા યોજાશે - નિર્મલ ધ્યાન કેન્દ્રમાં જૈન ધર્મની પરંપરા મુજબ મોક્ષ (Jain Samaj Moksha Kalyan Ladu) કલ્યાણ લાડુની વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવશે. શોભાયાત્રામાં લાડુના પૂજન વિધિ સાથે જૈન ધર્મના શ્રાવક અને શ્રાવિકાઓ લાડુને ગુરુદત્તાત્રે શિખર પર પગપાળા ચઢીને ત્યાં જૈન ધર્મની પરંપરા મુજબ નેમિનાથ ભગવાનનું પૂજન કરશે. મોક્ષ કલ્યાણ લાડુના બે દિવસ ચાલનારા મહોત્સવની વિધિવત રીતે પૂર્ણાહુતિ કરશે. પાછલા ઘણા વર્ષોથી જૈન ધર્મ દ્વારા આચાર્યના 55મા દીક્ષાંત જન્મજયંતી મહોત્સવ નિમિત્તે મોક્ષ કલ્યાણ લાડુનું આયોજન થતું આવ્યું છે. તે પરંપરા મુજબ મોક્ષ કલ્યાણ લાડુની વિધિવત શોભાયાત્રા (Moksha Kalyan Ladu Shobhayatra) નીકળશે. જે ગિરનાર પર્વત પર ગુરુદત્તાત્રે શિખર પર પૂજન વિધિ સાથે પૂર્ણ થશે.