ETV Bharat / city

એસ.ટી. અને કાર વચ્ચે અકસ્માત થતા 12 ઈજાગ્રસ્ત, કોલકાતાથી આવેલો પરિવાર અટવાયો - માંગરોળ હોસ્પિટલ

સૌરાષ્ટ્રના જૂનાગઢના માંગરોળ નજીક ખોડાદા ગામના પાટીયા પાસે એસ ટી બસ અને ટાવેરા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Fatal Accident on Somnath Highway) થયો હતો. જેમાં કારમાં બેઠેલા 10થી 12 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા યુદ્ધના ધોરણે હોસ્પિટલ (Junagadh Govt. Hospital) ખસેડાયા હતા.

એસ.ટી. અને કાર વચ્ચે અકસ્માત થતા 12 ઈજાગ્રસ્ત, કોલકાતાથી આવેલો પરિવાર અટવાયો

author img

By

Published : Jun 12, 2022, 7:44 PM IST

જૂનાગઢ: જૂનાગઢના માંગરોળ નજીક ખોડાદા ગામના પાટીયા પાસે સોમનાથ પોરબંદર કોસ્ટલ (Somnath Porbandar Costal Highway) હાઇવે ઉપર રવિવારે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત (Fatal Accident on Highway) થયો હતો. જેમાં કોલકાતાના એક પરિવારને ગંભીર ઈજા (Kolkala Family get Injured) થતા માંગરોળની સરકારી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા.

આ પણ વાંચો: ટોળાએ જોતજોતામાં જ 20 વર્ષની યુવતીની હત્યા કરીને ઘરોને આગચંપી

કોલકાતાના પરિવારને ઈજા: કોલકાતાનો એક પરિવાર સોમનાથ દર્શન કરીને દ્વારકા દર્શન (Travelling To Dwarka) કરવા માટે જતો હતો. એ સમયે માંગરોળ નજીક ખોડાદા ગામ પાસે અકસ્માત થયો હતો. પુરપાટ સ્પીડમાં આવતી એસ.ટી. બસે કારને અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે આસપાસમાંથી સ્થાનિકો એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો: મૈત્રી કરાર મામલે માથાકૂટ, પૂર્વ પતિ સહિત બે આરોપીઓની ધરપકડ

ખાનગી વાહનો પણ દોડાવાયા: આ અસ્માતને પગલે સ્થાનિકોએ 108ને જાણ કરી હતી. માંગરોળ ઉપરાંત આસપાસના સેન્ટરમાંથી પણ એમ્બ્યુલન્સ દોડાવાઈ હતી. જે ખાનગી હતી. પ્રાથમિક સારવાર માંગરોળ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને જૂનાગઢની હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા હતા. કોલકાતાના પરિવારને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. એવી જાણ મામલતદાર તથા પોલીસને થતા તે એમની ટીમ સાથે દોડી ગયા હતા. જ્યારે સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. જૂનાગઢ પહોંચાડવા માટે ખાનગી એમ્બ્યુલન્સ પણ તૈયાર કરાઈ હતી. કોલકાતાથી ફરવા માટે આવેલો પરિવાર સોમનાથના દર્શન કરીને જૂનાગઢ જતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.