- મહાશિવરાત્રી અને માઘ મેળાનું થશે આયોજન
- સરકાર સમક્ષ આયોજનને લઇને રૂપરેખા તૈયાર કરવાની માગ
- મહાશિવરાત્રી મેળાનું આયોજન ને લઈને રાજ્ય સરકારને આયોજન અંગેની વિનંતી
જૂનાગઢઃ આગામી દિવસોમાં ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાને લઈને હવે ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણ સતત દિવસેને દિવસે ઘટી રહ્યું છે. કોરોનાની રસીનું પણ આંગમન થઇ ચૂક્યું છે, ત્યારે મહામંડલેશ્વર હરીગીરી મહારાજે ભવનાથ તળેટીની સાથે ઉત્તરાખંડમાં આયોજિત માઘ મેળો પણ આયોજિત થશે અને વિના વિઘ્ને પૂર્ણ થશે. તેની જાહેરાત કરી છે ઈટીવી ભારત સાથેની એક વાતચીતમાં હરીગીરી મહારાજે મહાશિવરાત્રી મેળો અને ઉત્તરાખંડમાં આયોજિત માઘ મેળાને લઇને સરકાર સમક્ષ આયોજનને લઇને રૂપરેખા તૈયાર કરવાની વિનંતી કરી છે.
મહાશિવરાત્રીનો મેળોની પૂરી શક્યતાઓ
આગામી દિવસોમાં મહાશિવરાત્રીનો મેળો ભવનાથની તળેટીમાં આયોજિત થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. ભવનાથ પરિક્ષેત્રના મહામંડલેશ્વર હરીગીરી મહારાજે આજે મેળાને લઇને રાજ્ય સરકાર સમક્ષ તમામ આયોજન અને તેની તૈયારી કરવા વિનંતી કરી હતી. ભવનાથ પધારેલા હરીગીરી મહારાજે કોરોના સંક્રમણને ધાર્મિક હિન્દૂ સનાતન પરંપરા હરાવી આપશે અને મેળો વિના વિઘ્ને પરિપૂર્ણ થશે. તેવી ગિરનારી મહારાજની કૃપાથી મેળાના આયોજનને લઇને શરૂઆત કરવાની જાહેરાત કરી છે. જૂનાગઢ આવેલા હરીગીરી મહારાજે મેળાની તમામ તૈયારીઓને લઇને રાજ્ય સરકારે જૂનાગઢ પ્રશાસન તૈયારીઓ કરે એને સાધુ સમાજને મેળા અંગેની તાકીદે મંજૂરી આપે તેવી માગ પણ કરી છે.
શિવરાત્રિના મેળા પહેલા ઉત્તરાખંડમાં માઘ મેળાનું પણ થશે આયોજન
ભવનાથની તળેટીમાં આયોજિત થતા મહાશિવરાત્રીના પહેલા ઉત્તરાખંડમાં ગંગાકિનારે માગ મેળાનું પણ આયોજન થઈ રહ્યું છે. આ મેળો પણ વિના વિઘ્ને પરિપૂર્ણ થશે તેવો આશાવાદ હરીગીરી મહારાજે વ્યક્ત કર્યો છે. મેળાને લઇને હરીગીરી મહારાજે સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાન સાથે પણ બેઠકો કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં માઘ મેળાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. તેની જાહેરાત પણ કરી હતી વધુમાં તેમણે માઘ મેળા બાદ જૂનાગઢમાં આયોજિત મહા શિવરાત્રી મેળાના આયોજનને લઇને પણ સંપૂર્ણ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, મેળામાં આવતા પ્રત્યેક ભક્તોએ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાની શરતે જ મેળામાં પ્રવેશ કરવા દેવામાં આવે તેની તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાતની રાજ્ય સરકાર કરે તેવી માગ પણ કરી હતી.