ETV Bharat / city

સિંહપ્રેમીઓની માગણીઃ રાજ્ય સરકાર કોર્ટ સમક્ષ ગીર જંગલમાં રેલ-ગેસ લાઈનનો વિરોધ કરે - સુઓમોટો

ગીરમાંથી પસાર થતી રેલવે લાઈન-ગેસ પાઈપલાઈનને લઇને રાજ્ય સરકાર જ કોર્ટ સમક્ષ વિરોધ કરે તેવી માગણી સિંહપ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાઈ રહી છે.

સિંહપ્રેમીઓની માગણીઃ રાજ્ય સરકાર કોર્ટ સમક્ષ ગીર જંગલમાં રેલ-ગેસ લાઈનનો વિરોધ કરે

author img

By

Published : Sep 22, 2021, 7:51 PM IST

  • ગીર અભયારણ્યમાં રેલ-ગેસ લાઈનનો મુદ્દો હાઈકોર્ટના આંગણે
  • પાઈપલાઈન યોજનાને મંજૂરી ન આપવાની સિંહપ્રેમીઓની માગણી
  • રાજ્ય સરકાર મંજૂરી નહીં આપે તેવી સ્પષ્ટતા કોર્ટ સમક્ષ કરોઃ સિંહપ્રેમીઓ

    જૂનાગઢઃ ગીર અભયારણ્યમાં રેલવેની બ્રોડગેજ લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને ગેસ પાઇપ લાઇનને રાજ્ય સરકારે મંજૂરી નહીં આપવી જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય સિંહપ્રેમીઓએ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે વડી અદાલતમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર મામલાને લઈને રાજ્યની વડી અદાલતમાં આ પ્રકારના એક પણ કામોને મંજૂરી નહીં આપવામાં આવે તેવી સ્પષ્ટતા કરવી જોઈએ તેવો ગીરના સિંહપ્રેમીઓનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
    સિંહ સહિત અન્ય પશુપક્ષીઓને મોટા નુકશાનમાંથી બચાવી શકાય

    સુઓમોટો પર ચાલી રહી છે સુનાવણી

ગીર અભયારણ્યમાં સિંહોની સલામતીને લઇને હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટે રેલવે વિભાગ અને રાજ્ય સરકારને સમગ્ર મામલાને લઈને જવાબ રજૂ કરવા આવતી તારીખ સુધીનો હુકમ કર્યો છે. ગીર અભયારણ્યમાં આ પ્રકારની ગતિવિધિને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે તો ગીર અભયારણ્યમાં જોવા મળતાં સિંહ સહિત અન્ય પશુપક્ષીઓને મોટા નુકશાનમાંથી બચાવી શકાય તેમ છે. આ રજૂઆતને લઇને ગીરના સિંહપ્રેમીઓ રાજ્ય સરકાર ગીર અભયારણ્યમાં આ પ્રકારના પ્રોજેક્ટોને મંજૂરી ન આપે તેવી માગણી કરી છે.

ગીર અભયારણ્યમાં સિંહોની સલામતીને લઇને હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી કરવામાં આવી રહી છે
સિંહોની દેખભાળની જવાબદારી રાજ્ય સરકારની છે જેને લઇને સરકાર પહેલ કરેઃ સિહપ્રેમીઓએશિયામાં એકમાત્ર ગીર અભયારણ્યમાં સિંહોનો વસવાટ છે. ગીર અભયારણ્યમાં ઈકોઝોન પણ લાગુ કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સરકાર રેલવેની બ્રોડગેજ લાઇન, રેલવે ઈલેક્ટ્રીફિકેશન તેમ જ ગેસની પાઈપ લાઈન નાંખવાની કામગીરીને મંજૂરી નહીં આપવામાં આવે તેવી બાહેંધરી રાજ્યની વડી અદાલતમાં રજૂ કરે તેવી સિંહપ્રેમીઓની માગણી છે.

આ પણ વાંચોઃ ટ્રેન ચાલકની સમય સૂચકતાને કારણે ચાર સિંહો મોતને ભેટતા બચ્યા : વન વિભાગના પેટ્રોલીંગના દાવાની રેલવે વિભાગે ખોલી પોલ

આ પણ વાંચોઃ ગીરમાં ટ્રેનની અડફેટે કેટલા સિંહના મોત થયા તેનો જવાબ રજૂ કરવા રેલવેને હાઇકોર્ટનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.