- ગરવા ગિરનારની પાવનકારી Lili Parikrama 2021 તેના અંતિમ પડાવ તરફ
- અગિયારસે શરૂ થયેલી પરિક્રમા તેરસના દિવસે પૂર્ણ થવા તરફ વધી રહી છે આગળ
- પરિક્રમા માર્ગ પરથી પરિક્રમાર્થીઓનું ભવનાથ તળેટી તરફ આગમન
જૂનાગઢઃ ગરબા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ( Lili Parikrama 2021 ) હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. કારતક સુદ અગિયારસના દિવસે શરૂ થયેલી લીલી પરિક્રમા આજે ત્રણ દિવસ બાદ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. પરિક્રમા માર્ગ પરથી પરિક્રમાર્થીઓનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આગામી 24 કલાક દરમિયાન મોટાભાગના પરિક્રમાર્થીઓ તેમણે પાવનકારી લીલી પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તળેટી ( Junagadh Bhavnath Temple ) તરફ આવતા જોવા મળશે. જેને લઇને ભવનાથ તળેટી પરિક્રમાર્થીઓની હાજરીથી એક વર્ષ બાદ ફરી એક વખત જીવંત બની રહી છે.
ત્રણ દિવસ બાદ મોટાભાગના પરિક્રમાર્થીઓ પરિક્રમા માર્ગ પરથી પરત ફરી રહ્યાં છે ભવનાથ તળેટી
કારતક સુદ અગિયારસની વહેલી સવારે ચાર વાગ્યે પરિક્રમાના ( Lili Parikrama 2021 ) પ્રથમ જથ્થાને પરિક્રમા માર્ગ પર રવાના કરવામાં આવ્યો હતો. તબક્કાવાર પરિક્રમાર્થીઓના જથ્થાને પરિક્રમા માર્ગ પર રવાના કરવા દેવામાં આવ્યા હતાં. ત્યારે હવે આજે ત્રણ દિવસ બાદ પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરી રહેલા પરિક્રમાર્થીઓની સંખ્યા વધી રહી છે ભવનાથ તળેટીમાં આવેલા અને પરિક્રમાના અંતિમ પડાવે એવા આ બોરદેવી થાણા નજીક પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તળેટી ( Junagadh Bhavnath Temple ) તરફ પરત ફરી રહેલા પરિક્રમાર્થીઓના સમૂહો જય ગિરનારી નાદ સાથે ભવનાથ તળેટીમાં પરત ફરતા જોવા મળતાં હતાં.
આ પણ વાંચોઃ Lili Parikrama 2021:પરિક્રમાના મેળાને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી
આ પણ વાંચોઃ Lili Parikrama 2021: પરિક્ષાર્થીઓના આગમનથી ગિરનાર તળેટી ફરી એક વાર જીવંત બની