જૂનાગઢઃ વર્તમાન સમયમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી (Inflation in India) ગયા છે. તેના કારણે સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઈ ગયું છે. આ જ વાતથી કંટાળીને ધોરાજીના સંકેત મકવાણા નામના વ્યક્તિએ પેટ્રોલ અને ગેસનો સિલિન્ડર હપ્તાથી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર (Letter to PM Modi) લખી માગ (Demand for petrol gas cylinder) કરી છે.
ધોરાજીનો યુવક મોંઘવારીથી કંટાળ્યો - સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાને (Inflation in India) લઈને ધોરાજીના એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Letter to PM Modi) પેટ્રોલ અને ગેસનો સિલિન્ડર હપ્તેથી આપવામાં આવે તે અંગેનો પત્ર નરેન્દ્ર મોદીને (Letter to PM Modi) લખ્યો છે. પત્ર ખૂબ જ ગંભીર વિષય પર લખવામાં આવી છે.
આ પણ વાંચો- Petrol Diesel Prices : પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધ્યા, જાણો નવા ભાવ
પેટ્રોલ-ગેસ સિલિન્ડર હપ્તેથી આપવા માગ - આ પત્ર હાસ્યાસ્પદ લાગી શકે છે, પરંતુ લોકોની લાગણી અને ખાસ કરીને સતત વધી રહેલા પેટ્રોલ અને રાંધણ ગેસના ભાવોને લઈને લોકો કમરતોડ મોંઘવારીમાં પિસાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ધોરાજીના સંકેત મકવાણાએ વડાપ્રધાન મોદીને પત્ર (Letter to PM Modi) લખીને પેટ્રોલ અને ગેસનો સિલિન્ડર હપ્તેથી આપવામાં આવે તેવી માગ કરી છે.
પત્રમાં શું લખ્યું, જાણો- ધોરાજીના સંકેત મકવાણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને (Letter to PM Modi) તેમાં ઉલ્લેખ કર્યો છે કે, હું ભારત દેશનો રહેવાસી છું અને હાલ ધોરાજીમાં રહું છું તમારી આગેવાનીની સરકાર બન્યા પછી 350 રૂપિયા ના ગેસના સિલિન્ડરનો ભાવ સાત વર્ષ બાદ 1,050 રૂપિયા જેટલો થઈ ગયો છે. વર્ષ 2014માં એક લિટર પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો, જે આજે 7 વર્ષ બાદ 104 રૂપિયા થઈ છે. આવી પરિસ્થિતિમાં (Inflation in India) સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા પ્રત્યેક વ્યક્તિને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એટલે હવે પેટ્રોલ અને ગેસનો સિલિન્ડર હપ્તાથી મળી રહે તેની માગ છે.