- વર્ષ 2020ના અંતિમ સૂર્યોદયના કિરણો ભવનાથની ગિરિ તળેટી પર
- વર્ષ 2020નો અંતિમ સૂર્યોદય ગિરનાર પર્વત પર ફેલાયા સોનેરી કિરણો
- આવતીકાલે ફરી એક વખત વર્ષ 2021ના સૂર્યોદયની સાથે નવી આશાઓને જન્મ પણ આપશે
- ગીરી તળેટીમાંથી ભાવનાથ મહાદેવ ને આલિંગન આપતાં હોય તેવા વર્ષ 2020ના દ્રશ્ય
જૂનાગઢ :આજે વર્ષ 2020નો અંતિમ દિવસ છે. આજના દિવસે ગિરનારની તળેટીમાં ગિરનાર પર્વત પાછળથી સૂર્ય વર્ષ 2020માં અંતિમ વખત ઉગતો જોવા મળી રહ્યો છે. આ વર્ષ આધિ વ્યાધિ અને ઉપાધિ માટે સૌ કોઈ યાદ રાખી રહ્યા છે. વર્ષ 2020માં વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને કારણે સમગ્ર જગતના લોકોની સાથે સૃષ્ટિ પણ ખુબજ આકુળ વ્યાકુળ જોવા મળતી હતી. આવી પરિસ્થિતિમાં હવે આજે વર્ષ 2020 નો અંતિમ સૂર્યોદય તમામ પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવે તેવી આશાઓ લોકોમાં જન્માવી રહ્યો છે.
કુદરતનું સનાતન સત્ય એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત
સનાતન સત્ય તરીકે સૂર્યોદય અને સૂર્યાસ્ત ને માનવામાં આવે છે આજે જે સૂર્યોદય થયો છે. તે સૂર્યોદયમાં લોકો પાછલા વર્ષમાં જે કંઈપણ વ્યાધિઓ આવેલી છે. તેને લઈને આ સૂર્ય આજે અસ્ત થાય તેવી આશાઓ પણ રાખવામાં આવી રહી છે. વધુમાં આવતી કાલે નવા એક સૂર્યોદયની શુભ શરૂઆત થતી જોવા મળશે. વર્ષ 2021નું પ્રથમ સૂર્યોદય સમગ્ર જગત માટે કલ્યાણકારી નીવડે સમગ્ર વિશ્વની સાથે સૃષ્ટિને તમામ કષ્ટમાંથી મુક્તિ અપાવે તે પ્રકારનો સૂર્યોદય હશે તેવું લોકો આજે માની રહ્યા છે.
વર્ષ 2020નો અંતિમ સૂર્યોદય જૂનાગઢના ભવનાથની ગીરી તળેટી પરથી નિહાળો - વર્ષ 2021ના સૂર્યોદય
આજે વર્ષ 2020નો અંતિમ સૂર્યોદય ગિરનાર પર્વત પર જોવા મળ્યો 365 દિવસ પૂર્ણ કરીને આ સૂર્ય આવતીકાલે વર્ષ ૨૦૨૧ ના સૂર્યોદયના રૂપમાં ફરી જોવા મળશે પરંતુ વર્ષ 2020નો અંતિમ સૂર્યોદય આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી વર્ષ ૨૦૨૧ ને મુક્તિ અપાવે તેવી આશાઓ જન્માવી રહ્યો છે.
જૂનાગઢ
- વર્ષ 2020ના અંતિમ સૂર્યોદયના કિરણો ભવનાથની ગિરિ તળેટી પર
- વર્ષ 2020નો અંતિમ સૂર્યોદય ગિરનાર પર્વત પર ફેલાયા સોનેરી કિરણો
- આવતીકાલે ફરી એક વખત વર્ષ 2021ના સૂર્યોદયની સાથે નવી આશાઓને જન્મ પણ આપશે
- ગીરી તળેટીમાંથી ભાવનાથ મહાદેવ ને આલિંગન આપતાં હોય તેવા વર્ષ 2020ના દ્રશ્ય
જૂનાગઢ :આજે વર્ષ 2020નો અંતિમ દિવસ છે. આજના દિવસે ગિરનારની તળેટીમાં ગિરનાર પર્વત પાછળથી સૂર્ય વર્ષ 2020માં અંતિમ વખત ઉગતો જોવા મળી રહ્યો છે. આ વર્ષ આધિ વ્યાધિ અને ઉપાધિ માટે સૌ કોઈ યાદ રાખી રહ્યા છે. વર્ષ 2020માં વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને કારણે સમગ્ર જગતના લોકોની સાથે સૃષ્ટિ પણ ખુબજ આકુળ વ્યાકુળ જોવા મળતી હતી. આવી પરિસ્થિતિમાં હવે આજે વર્ષ 2020 નો અંતિમ સૂર્યોદય તમામ પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવે તેવી આશાઓ લોકોમાં જન્માવી રહ્યો છે.
કુદરતનું સનાતન સત્ય એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત
સનાતન સત્ય તરીકે સૂર્યોદય અને સૂર્યાસ્ત ને માનવામાં આવે છે આજે જે સૂર્યોદય થયો છે. તે સૂર્યોદયમાં લોકો પાછલા વર્ષમાં જે કંઈપણ વ્યાધિઓ આવેલી છે. તેને લઈને આ સૂર્ય આજે અસ્ત થાય તેવી આશાઓ પણ રાખવામાં આવી રહી છે. વધુમાં આવતી કાલે નવા એક સૂર્યોદયની શુભ શરૂઆત થતી જોવા મળશે. વર્ષ 2021નું પ્રથમ સૂર્યોદય સમગ્ર જગત માટે કલ્યાણકારી નીવડે સમગ્ર વિશ્વની સાથે સૃષ્ટિને તમામ કષ્ટમાંથી મુક્તિ અપાવે તે પ્રકારનો સૂર્યોદય હશે તેવું લોકો આજે માની રહ્યા છે.
Last Updated : Dec 31, 2020, 11:04 AM IST