જૂનાગઢઃ ખેડૂતોને સતત અને આઠ કલાક વીજળી આપવાને લઈને 2021 ના ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન મોદીએ (Prime Minister Narendra Modi) કિસાન સૂર્યોદય યોજના ((Kisan Suryoday Yojna in Junagadh ))કે જે રાષ્ટ્રવ્યાપી યોજના બની હતી જેનું લોકાર્પણ જૂનાગઢથી કર્યું હતું ત્યારે આજે એક વર્ષ કરતાં વધુના સમય વિતવા છતાં ખેડૂતોને ખેતીલાયક વીજળી યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં અને જરૂરિયાત મુજબની નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીજ કંપનીઓમાં અધિકારી રાજ - અધિકારીઓના કારણે કિસાન સૂર્યોદય યોજનાનો (Kisan Suryoday Yojna in Junagadh )અકાળે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. આ વસવસો જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ etv ભારત સમક્ષ વ્યક્ત કર્યો હતો અને માગ કરી હતી કે વીજ કંપનીઓ જે પ્રકારે ઉદ્યોગોને વીજ પુરવઠો પૂરો પાડવાથી લઈને કેટલા સમય સુધી વીજળી સપ્લાય મળશે તેવી અગાઉથી સૂચનાઓ (Power distribution information to industrial houses)આપે છે એ મુજબની સૂચનાઓ ખેડૂતોને મળતી નથી જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળે છે.
જિલ્લા પંચાયતના સદસ્યએ ઉઠાવ્યા સવાલો -જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશ કણસાગરાએ વીજ કંપનીઓમાં વ્યાપેલા અધિકારી રાજને લઈને સવાલો ઉપસ્થિત કર્યા છે. મુકેશભાઈ કણસાગરા વીજ કંપનીના અધિકારીઓ પર આક્ષેપ લગાવતા જણાવી રહ્યાં છે કે રાજ્ય સરકાર ખેડૂતોને સબસિડીવાળી ખેતીલાયક વીજળી આપી રહી છે. આ સબસિડી રાજ્ય સરકાર વીજ કંપનીઓને ચુકવી રહી છે. ત્યારે વીજ કંપનીઓ શા માટે ખેડૂતોને સમયસર વીજળીનો પુરવઠો પૂરો પાડતી નથી (Problem of electricity to farmers )તેને લઈને રોષ વ્યક્ત કર્યો હતો.
![ઉદ્યોગગૃહોને વીજ વિતરણની તમામ માહિતી અપાય છે તેમ ખેડૂતોને આપવાની જરુર છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14752336_light1.jpg)
આ પણ વાંચોઃ Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત
ઔદ્યોગિક એકમોને તમામ સૂચના મળે તેવી ખેડૂતોને પણ મળવી જોઇએ -કણસાગરાએ વધુમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક સંસ્થાઓને વીજળીનો પુરવઠો પૂરો પાડવાથી લઈને વીજળી સપ્લાય બંધ કરવા સુધીની તમામ સૂચના અને માહિતીનું આદાન-પ્રદાન કંપનીના અધિકારીઓ ( Power distribution information to industrial houses )કરી રહ્યા છે. તેવી જ રીતે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પણ વીજ પુરવઠો આપવાથી લઇને કેટલા કલાક સુધી તેને પૂર્વવત રાખવામાં આવશે તેની માહિતી પણ આપવી જોઈએ. અત્યાર સુધી વીજ કંપનીઓના અધિકારીઓ આ પ્રકારનું કામ કરવાથી પોતાની જાતને દૂર રાખી રહ્યા છે. ત્યારે ખેડૂતો અનિશ્ચિત સમયે આપવામાં આવતી વીજળીને લઈને ખૂબ જ સમસ્યા અનુભવે છે. આનું તાકીદે નિરાકરણ વીજ કંપનીના અધિકારીઓ કરે તેવી માગણી કરી છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: જો ખેડૂતોને સતત 8 કલાક વીજળી નહીં મળે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે