જૂનાગઢ : વેલકમ નવરાત્રીથી જૂનાગઢના ખેલૈયાઓએ નવરાત્રીના (Khelaiya welcoming Navratri after 2 years) તહેવારને ભારે જોમ મને જુસ્સા સાથે આવકાર્યો છે. પાછલા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે જે રીતે ગરબાનું આયોજન સતત બંધ રાખવામાં આવતુ હતુ, પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી દૂર થતા ખેલૈયાઓના ઉત્સાહ અને જુસ્સામાં બમણો વધારો થયો છે.
વેલકમ નવરાત્રીથી ખેલૈયાઓએ ગરબાને આવકાર્યા : 2 વર્ષ ગરબા નથી કરી શક્યા તેનો રંજ ભૂલીને આ વર્ષે જૂનાગઢના ખેલૈયાઓ ખૂબ જ જોમ મને જુસ્સા સાથે નવરાત્રીના 9 દિવસ સુધી ગરબે ઘુમવાની તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રી (Navratri 2022) સોમવારથી શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રીને વધાવવા માટે જૂનાગઢના ખેલૈયાઓએ વેલકમ નવરાત્રીનું આયોજન કરીને અનોખા જુસ્સા સાથે ગરબે ઝૂમી નવરાત્રીને જાણે કે, આમંત્રણ આપતા હોય તે પ્રકારે માતાજીના ગરબા કરીને નવરાત્રીના શરૂઆત પૂર્વે નવરાત્રીને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.
ખેલૈયાઓ 2 વર્ષની કસક આ વર્ષે કરશે પૂરી : 2 વર્ષ દરમિયાન ખેલૈયાઓ વૈશ્વિક મહામારીને કારણે ગરબે ઘૂમી શકતા ન હતા, પરંતુ 2 વર્ષ (Khelaiya welcoming Navratri after 2 years) બાદ આજે પૂર્ણપણે ગરબા કરવાનુ આયોજન થયું છે, ત્યારે પાછલા 2 વર્ષનો તમામ કસ આ વર્ષની નવરાત્રીમાં (Navratri 2022) પૂરી કરવા માટે ખેલૈયાઓ આગવું આયોજન કરી રહ્યા છે. અવનવા સ્ટેપથી લઈને કયા ગરબા મંડળમાં ગરબા કરવા માટે જવું તેની વિશેષ કાળજી અને પસંદગી કરી રહ્યા છે. વધુમાં ગરબા દરમિયાન સ્ટેપથી લઈને અવનવી સ્ટાઇલમાં કોઈ પણ પ્રકારની ચુક ના રહી જાય તે માટે આ વર્ષે મોટાભાગના ખેલૈયાઓએ એક મહિના પૂર્વે નવરાત્રીના ગરબા અને ખાસ કરીને અવનવા સ્ટેપમાં આધુનિક રીતે ગરબા કઈ રીતે કરી શકાય તેની તાલીમ પણ લઈ રહ્યા છે. જેને કારણે આ વર્ષની નવરાત્રી 2 વર્ષો બાદ વિશેષ બની રહેશે. જેનો જુસ્સો અત્યારથી જૂનાગઢના ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે.