- જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું
- માળિયા હાટીનાનો મેઘલ નદી પર આવેલો ખાખરવડ ડેમ ઓવરફ્લો થયો
- આ સીઝનમાં પહેલી વાર આવો વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા
જૂનાગઢઃ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જ્યારે માળીયા હાટીનાનો મેઘલ નદી પર આવેલો ખાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. આ સીઝનમાં સૌથી વધુ વરસાદ પડ્યો નહતો. ત્યારે આવો વરસાદ પડતાં ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ ભાખરવડ ડેમમાં નવા નીર આવતાં ડેમ સાંજે 6.30 વાગ્યે ઓવરફ્લો થયો હતો.
આ પણ વાંચો- માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમ થયો ઓવરફ્લો
લોકોને પટમાં અવરજવર ન કરવા તંત્રની ચેતવણી
ભંડુરી સમઢીવાળા સહિતના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પટમાં અવરજવર નહીં કરવાની તંત્રએ ચેતવણી આપી છે. જોકે, ગઈકાલ રાતથી વરસાદ થતા એક જ દિવસમાં ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો હતો. આ સાથે જ લોકો ડેમને ઉભરાતો જોવા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો- જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ, 100 વર્ષ જૂનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો
ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી
આ ડેમ ખાસતો પીવાના પાણી અને ખેડુતોને સીંચાઇ માટેનું પાણી પુરૂં પાડે છે અને માળીયા હાટીના જાનડી, ઘુમટી, ખેરા, જડકા સહિતના તમામ ગામોને પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.