જૂનાગઢ- આવતી કાલે ફળોની રાણી કેસર કેરીની તાલાળામાં (Talala Mango Market)જાહેર હરાજીની (Kesar Mango auction Start in Junagadh) શરૂઆત થશે. આવતી કાલથી કેસર કેરીની જાહેર હરાજીની શરૂઆત થવા જઇ રહી છે તાલાળા મેંગો માર્કેટમાં વિધિવત બપોરના બે વાગ્યા બાદ કેસર કેરીની જાહેર હરાજી શરૂ થવા જઈ રહી છે. સામાન્ય વર્ષોમાં દર વર્ષે 22 મી એપ્રિલના દિવસે કેસર કેરીની હરાજી શરુ થતી હોય છે, પરંતુ આ વર્ષે એક અઠવાડિયા બાદ 26મી એપ્રિલના દિવસે કેસર કેરીની જાહેર હરાજી (junagadh kesar mango auction 2022 ) હાથ ધરાશે.
આ વર્ષે સીઝનના દિવસ ઓછા રહેશે -ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની સીઝનના દિવસો ખૂબ ઓછા માનવામાં આવે છે. તેની પાછળ વાતાવરણની પ્રતિકૂળતા અને કેરીના પાકના ખૂબ જ ઓછા ઉતારાને કારણભૂત માનવામાં આવી રહ્યો છે. તમામ વિપરીત પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ આવતી કાલથી તાલાલા માર્કેટિંગ યાર્ડ (Talala Mango Market) કેસર કેરીની જાહેર હરાજીથી એક વર્ષ બાદ ફરી (Kesar Mango auction Start in Junagadh)ધમધમતું જોવા મળશે.
આ પણ વાંચોઃ Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવક ઓછી પરંતુ બજાર ભાવ ઊંચા જોવા મળશે -ગત વર્ષની સરખામણીએ આ વર્ષે (Kesar Mango auction Start in Junagadh)કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળશે. પરંતુ ગુણવત્તાસભર કેસર કેરીના બજાર ભાવ (Market Prices of Kesar Mango) પણ સારા જોવા મળશે. ગત વર્ષે પ્રથમ દિવસે 5600 બોક્સની આવક નોંધાઇ હતી અને એક મહિના કરતાં વધુ ચાલેલી કેરીની હરાજીમાં 5 લાખ 85 હજાર 500 કરતાં વધુ 10 કિલોના બોક્સની આવક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં થઈ હતી.
આ પણ વાંચોઃ Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા
સારી ગુણવત્તાની કેરી મોંઘી - ગત વર્ષે નીચામાં ભાવો 350 રૂપિયા અને ઊંચામાં 750 રૂપિયા સુધીના ભાવો બોલાયા હતાં. આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટવા પામ્યું છે ત્યારે કેરીની આવકમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ ગુણવત્તાસભર કેસર કેરીના ભાવ (Market Prices of Kesar Mango ) ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બમણા (Kesar Mango auction Start in Junagadh)થતાં જોવા મળશે.