ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : ઉમાધામ ગાંઠીલા ખાતે કડવા પાટીદારોનું સંમેલન - કડવા પાટીદારોનું સંમેલન

ખોડલધામ બાદ હવે ઉમિયા ધામનો (Umadham Ganthila) પણ નગારે ઘા આગામી 6 તારીખ અને ગુરુવારના દિવસે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોનું મહાસંમેલનનુું (Kadava Patidar Sanmelan) આયોજન કરાયું છે. જેમાં ગાંઠીલા અને સીદસર સંસ્થાના વડાઓ વાલજીભાઈ ફળદુ અને જેરામભાઈ પટેલ હાજરી આપવાના છે.

Gujarat Assembly Election 2022 : ઉમાધામ ગાંઠીલા ખાતે કડવા પાટીદારોનું સંમેલન

author img

By

Published : Oct 4, 2022, 10:45 AM IST

જૂનાગઢ : રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસોમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે. પાછલા પાંચેક વર્ષથી ધર્મની સાથે સામાજિક અને રાજકીય ગતિવિધિનું કેન્દ્ર ગણાતું ખોડલધામ આજે પ્રત્યેક રાજકીય પક્ષ અને ઉમેદવારો માટે અનિવાર્ય બની ગયું છે. આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢ નજીક આવેલ ઉમાધામ ગાંઠીલા (Umadham Ganthila) ખાતે કડવા પાટીદારોનું સંમેલન (Kadava Patidar Sanmelan) યોજવા જઈ રહ્યું છે. જેમાં ગાંઠીલા સંસ્થાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ અને સિદસર સંસ્થાના પ્રમુખ જેરામભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોના આ સામાજિક સંમેલનમાં પાટીદારોની રણનીતિને લઈને મનોમંથન કરાશે.

સંમેલનને અપાયું સામાજિક મહાસંમેલનનું નામ : ઉમાધામ ગાઠીલા (Umadham Ganthila) ખાતે આગામી 6 તારીખને ગુરુવારના દિવસે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોનું મહાસંમેલનનુું આયોજન કરાયું છે. જેને સામાજિક મહાસંમેલનનું નામ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં જઈ રહી છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મળીને નવ વિધાનસભા બેઠકો પર કડવા પાટીદાર મતદારો મહત્વ ધરાવે છે. આવી પરિસ્થિતિમાં કડવા પાટીદાર સમાજના રાજકીય હિતને ધ્યાને રાખીને આ સંમેલન બોલાવવામાં આવ્યું હશે તેવું ચોક્કસ માની શકાય વધુમાં આ સંમેલનમાં કડવા પાટીદાર સમાજના ઉમેદવારોની ચૂંટણી જીતવાની શક્યતાને આધારે તમામ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવે તેવો એક સૂરનો મત પણ પ્રગટ થઈ શકે છે.

ખોડલધામ બાદ ઉમાઘામનું પણ થઈ શકે છે રાજકીય પદાર્પણ : પાછલા પાંચેક વર્ષથી લેઉવા પાટીદાર સમાજના કુળદેવીનું સ્થાનક કાગવડ નજીક આવેલ ખોડલધામ અને તેના ચેરમેન નરેશ પટેલ રાજકીય રીતે ખૂબ મહત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર મતદારોનો દબદબો અને ધારાસભ્યોની સંખ્યા કોઈ પણ રાજકીય પક્ષ માટે ક્યારે નજર અંદાજ કરી શકાય તેમ નથી આવી પરિસ્થિતિમાં ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારોની સાથે અન્ય સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ અનેક વાર મુલાકાતો કરી ચૂક્યા છે.

કડવા પટેલ મતદારો માટે આ સંમેલન ખૂબ જ છે મહત્વ :

થોડા દિવસો પૂર્વે જ અહીં કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક પણ યોજાઈ હતી. ત્યાર બાદ હવે ઉમાધામ ગાઠીલા ખાતે સિદસર સંસ્થાના સહયોગથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદાર સમાજનુ સંમેલન આયોજિત થશે. આ સંમેલનમાં રાજકીય ઈશારો પણ જોવા મળશે. જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને જામનગર જિલ્લાના કડવા પટેલ મતદારો માટે આ સંમેલન ખૂબ જ મહત્વનું મનાઈ રહ્યું છે. ગુરુવારે સંમેલન બાદ જે કંઈ પણ જાહેરાતો થશે તેને આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડીને ચોક્કસ પણે જોવામાં આવશે અને ત્યાર બાદ કડવા અને લેઉવા પાટીદાર સમાજની રાણીનીતિ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતમાં કેટલી અસરકારક બનશે તેને લઈને રાજકીય પંડિતો દ્વારા નવા સમીકરણો પણ મંડાતા જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.