માંગરોળ તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોને પાક વિમો ચૂકવણી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે ત્યારે માંગરોળ તાલુકામાં ઘણા એવા ગામો પણ આવેલા છે કે જયાં પાક વિમો મળ્યો જ નથી ત્યારે ખેડૂતો પાક વિમાને લઇને નારાજ થયા છે.
સરકાર દ્વારા ઘોડાદર ગામને 80.77 ટકા પાક વિમને મંજુરી આપવામાં આવી હતી. પરંતુ એક ખેડૂતને 4.20 હેકટર જમીનનો માત્ર 71 હજાર 658 રૂપીયા જ વિમાની ચૂકવણી કરવામાં આવી છે જેથી આ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. બેંક તેમજ સરકાર અને વિમા કંપનીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતા પણ કોઇ પ્રકારના પગલા ન લેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.