- પ્લાસ્ટિકના થેલીનું પ્રદૂષણ અટકે તે માટે જૂનાગઢ જિલ્લા મજદૂર સંઘ આવ્યું સામે
- આજે એક દિવસમાં દસ હજાર કાપડની થેલીનું કરવામાં આવ્યું વિતરણ
- પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકે તેને લઈને જૂનાગઢ જિલ્લા મજદૂર સંઘ મેદાનમાં
જૂનાગઢ- મજદૂર સંઘે આજે વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદુષણને ઘટાડવાને લઈ મેદાનમાં આવ્યું છે. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં મજદૂર સંઘના કાર્યકરો દ્વારા પંડાલ લગાવીને લોકોને પ્લાસ્ટિકના ઝબલા દ્વારા થતુ પ્રદૂષણ અટકાવવા તેમજ પ્લાસ્ટિકના નુકસાનકારક તત્વોને આજીવન તિલાંજલિ આપવા માટે સમજાવીને વિનામૂલ્યે કાપડની થેલી આપી અને પ્લાસ્ટિકના પ્રદુષણ ઘટાડવાના અભિયાનની શરૂઆત કરી હતી. તેને જૂનાગઢના લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો અને કાપડની થેલી લેવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો- આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક થેલી મુક્ત દિવસ
પ્લાસ્ટિકના પ્રદુષણથી પ્રાણી સહિત જમીનને પણ થાય છે ખૂબ મોટું નુકસાન
પ્લાસ્ટિકનું નુકસાન વ્યાપક સ્તરે જોવા મળે છે, તેમાં પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલી થેલી પ્રાણીની સાથે જમીનને પણ ખૂબ મોટું નુકસાન કરે છે. થેલીના કારણે પ્રાણીઓના મોત થાય છે, બીજી તરફ થેલી જમીનમાં ભળી જવાના કારણે જમીનની ફળદ્રુપતા નામશેષ થઈ જાય છે. આવી પરિસ્થિતીમાં જમીન અને પ્રાણીઓને બચાવવા માટે જૂનાગઢ જિલ્લા મજદુર સંઘ દ્વારા દસ હજાર જેટલી કાપડની થેલી બનાવીને લોકોમાં વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો- પ્લાસ્ટિક પ્રદૂષણ સામે 83 વર્ષના વૃદ્ધા સૌ કોઈ માટે છે પ્રેરણાનો સ્ત્રોત
10,000 જેટલી કાપડની થેલી લોકોમાં વિતરણ કરવામાં આવી હતી
લોકો કાપડની થેલી પ્રત્યે સજાગ બને અને થેલીને આજીવન તિલાંજલી આપે તેવા ઉદ્દેશ સાથે આ કાપડની થેલીનું મહાઅભિયાન શરૂ થયું હતું. જોતજોતમાં 10,000 જેટલી કાપડની થેલી લોકોમાં વિતરણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હજુ પણ મજદુર સંઘ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થશે, જે પર્યાવરણ બચાવવાને લઈને ખૂબ મહત્ત્વનું સાબિત થશે.