- IPl ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે વ્યક્તિઓને ઝડપી પાડયા
- જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસને મળી સફળતા
- મોબાઇલ લેપટોપ કાર સહિત અઢી લાખ કરતાં વધુનો મુદ્દામાલ કરાયો કબજે
જૂનાગઢ: પોલીસે શનિવારે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે વ્યક્તિઓને રૂપિયા અઢી લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા રાધિકા એપાર્ટમેન્ટમાં તપાસ કરતા અહીંથી કેશુ અને હિરેન મેર નામના બે વ્યક્તિઓ IPL ક્રિકેટ મેચ પર લાઈવ સટ્ટો કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે બંને વ્યક્તિઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ IPLની સિઝન ચાલી રહી છે, આવા સમયે સટોડિયાઓ ખૂબ જ સક્રિય બનતા હોય છે જેને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસે ખાસ વોચ ગોઠવીને બંને સટોડિયાઓને પકડી પાડયા છે.
આ પણ વાંચો : વડોદરામાં ક્રિકેટ સટ્ટોડિયાના ફોનમાંથી થયો નકલી માર્કશીટ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ
માંગરોળના બંને ઈસમો જૂનાગઢમાં મકાન ભાડે રાખીને રમાડતા હતા સટ્ટો
માંગરોળના કેસુ અને હિરેન મેર બંને પાછલા કેટલાક દિવસોથી ઝાંઝરડા રોડ પર આવેલા રાધિકા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 205 ભાડેથી રાખીને સટ્ટો રમાડતા હતા. પોલીસને પૂર્વ બાતમી મળતા પોલીસે આ બંને સટોડિયાઓની ધરપડક કરી હતી. પોલીસે વધુ તપાસ કરતા અહીંથી ટીવી લેપટોપ સાથે નવ જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ એક કાર અને ત્રણ બોટલ દારૂની મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલનો કબજે કરીને બંને સટોડિયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ બંને સટોડિયાઓ રકમ હવાલા મારફતે અન્ય જગ્યાએ મોકલતા હોવાની વિગતો પર પણ તપાસ કરી રહી છે. જે તપાસ બાદ આગામી દિવસોમાં સટ્ટા કાંડ ને લઈને વધુ કેટલીક કડીઓ ખુલી શકે છે.