ETV Bharat / city

તમે ક્યારેય નહિ વિચાર્યું હોય તેવી વસ્તુંની થઇ ચોરી, જાણો કઇ રીતે આ કામને અપાયો અંજામ

author img

By

Published : Jul 4, 2022, 4:30 PM IST

સોના ચાંદી હીરા ઝવેરાત રોકડ અને કીમતી વસ્તુ ને છોડીને પણ કેટલીક સામાન્ય ચીજ વસ્તુઓની ચોરી થઈ શકે છે. એક અપરાધિક કૃત્ય પરંતુ અચરજ પમાડે તેવો ચોરીનો બનાવ સામે આવ્યો છે. કેશોદ તાલુકા પંચાયતના જૂના કાગળના ડેડ સ્ટોકની ચોરી(Junagadh In 2 women have stolen waste paper) થઈ હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીએ પોલીસમાં નોંધાવી છે. પોલીસે કચરો વીણતી શંકાસ્પદ બે મહિલાની શોધખોળ હાથ ધરી(search for woman who stole continued) છે.

તમે ક્યારેય નહિ વિચાર્યું હોય તેવી વસ્તુંની થઇ ચોરી

જુનાગઢ : કેશોદમાં હીરા ઝવેરાત સોના ચાંદી રોકડ અને કિમતી વસ્તુની નહીં પરંતુ કાગળની પસ્તીની ચોરી થયાની ઘટના સામે આવી(Junagadh In 2 women have stolen waste paper) છે. વંથલી તાલુકા પંચાયત દ્વારા વર્ષ 2019થી લઈને 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેઝ જાહેરાત કરવામાં આવે છે. જેના કાગળની ચોરી થઇ છે. તાલુકા પંચાયતના ગોડાઉનમાંથી કોઈ બે અજાણી મહિલાઓએ આ ચોરી કરી છે. ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીએ કેશોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે કચરો વીણતી બે શંકાસ્પદ મહિલાઓની તપાસ હાથ ધરી(search for woman who stole continued) છે.

આ પણ વાંચો - અનોખા ચોર: હોમ એપ્લાયન્સની શૉપમાંથી કેશ જ નહીં પણ વિચારી ન હોય એવી વસ્તુઓ ચોરી ગયા

પસ્તીના કાગળની ચોરીની શંકાસ્પદ ઘટના - કેશોદ તાલુકા પંચાયતના વેરાવળ રોડ પર આવેલા આઝાદ કલબ પાછળના ગોડાઉનમાં કચરો વિણતી બે મહિલાઓએ અહીં રાખવામાં આવેલા 52 જેટલા પોટલાના કાગળના અરજી પત્રકોનો ડેડ સ્ટોકમાંથી 16 જેટલા પોટલાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાય છે. ચોરાયેલા પોટલાનું કુલ વજન 800 કિલોગ્રામ છે. જેની વર્તમાન સમયે પસ્તીની બજાર કિંમત 12,000 ની આસપાસ ગણવામાં આવે છે. સતત વધી રહેલી મોંઘવારીને કારણે પસ્તીના બજાર ભાવ પાંચ સાત રૂપિયાની જગ્યા પર 15 અને 20 રૂપિયા સુધી પહોંચી ગયા છે જેને લઈને કચરો વિણતી મહિલાઓ સરકારી ડેટ સ્ટોક પર હાથ અજમાવીને 800 કિલો પસ્તીની ચોરી કરીને ફરાર થઈ ગઈ છે.

આ પણ વાંચો - બેંકના કેશિયરે કરી 71.43 લાખની ઉચાપત, કેશિયર સામે નોંધાયો ગુન્હો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.