જૂનાગઢ: બે દિવસ પૂર્વે ઝારખંડના ત્રિકુટી પર્વત પર બનાવવામાં આવેલા રોપ-વેમાં અકસ્માત સર્જાયો હતો. આ ધટનામાં કેટલાક હતભાગી પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવવાનો સમય આવ્યો હતો. આ માટે બે દિવસ કરતા વધુ સમયથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલો એશિયાનો બીજો સૌથી લાંબો રોપવે (junagadh ropeway length) છે. ઝારખંડના રોપવે અકસ્માત બાદ રીયાલીટી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગિરનાર રોપવે(girnar ropeway station ) સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષિત હોવાનો સામે આવ્યું છે. આધુનિક ટેકનોલોજીથી વિદેશના કુશળ એન્જિનિયરોની દેખરેખ નીચે ગીરનાર રોપવે બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ઓક્ટોબર 2020ના દિવસે કર્યુ હતુ. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સવા વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આ દરમિયાન અંદાજીત 1 કરોડની આસપાસ પ્રવાસીઓએ રોપ-વે સફરની મોજ માણી છે. પરંતુ સવા વર્ષના સમયગાળા દરમિયાન હજુ સુધી સામાન્ય કહી શકાય તે પ્રકારની એક પણ અકસ્માતની(ropeway accident in gujarat) ઘટના સામે આવી નથી.
આ પણ વાંચો: Trikut Ropeway Accident Updates :ત્રિકૂટ પર્વત પર રેસ્ક્યુ ઓપરેશન પૂરું, તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા
પી.આર.ઓ રાજેશ સાથે ETV Bharatની વાતચીત - ઝારખંડમાં અકસ્માત સર્જાયા(jharkhand ropeway accident ) બાદ ETV Bharatએ ગીરનાર રોપવેના પી.આર.ઓ રાજેશ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ માહિતી ETV Bharatને આપતા જણાવ્યું હતું કે વહેલી સવારે આઠ વાગે રોપવે શરૂ થાય છે. જે સાંજે છ વાગે(girnar ropeway timetable) સરકારી નિયમ પ્રમાણે પૂર્ણ થાય છે. આ રીતે રોપવેનું સંચાલન શરૂ થવાથી લઈને પૂર્ણ થવા સુધી લોઅર સ્ટેશનથી લઈને અપર સ્ટેશન સુધી તમામ પ્રકારની સુરક્ષાની ચકાસણી કરવામાં આવે છે. ઇજનેરો અને રોપ-વેની સાથે જોડાયેલા કુશળ કારીગરો દ્વારા અલગ અલગ વિભાગોમાં સુરક્ષાની ચકાસણી થાય છે. આ તમામ વ્યવસ્થા 100 ટકા સંપૂર્ણ હોવાનુ ક્લિયરન્સ મળતા રોપ વેમાં પ્રવાસીઓને સવારી કરવાની પરમિશન આપવામાં આવે છે.

આ પણ વાંચો: CM હેમંત સોરેને ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માતને દુ:ખદ ગણાવ્યો, કહ્યું - "ઓપરેશનને લઈને ખડે પગે રહ્યા અધિકારીઓ"
દૈનિક ધોરણે રોપવે સુરક્ષાની ચકાસણી - પી.આર.ઓ રાજેશે વધુમાં કહ્યું હતું કે દૈનિક ધોરણે તમામ પ્રકારની સુરક્ષા ચકાસણી કામ કરવામાં આવે છે. 50 કિલો મીટર કરતા વધુ ઝડપે ફૂંકાયેલા પવનની ગતી માપવા માટે પ્રત્યેક પિલર પર પવનની ગતિ માપવા માટેનું યંત્ર લગાવવામાં આવ્યું છે. જેનું સંચાલન લોઅર સ્ટેશન પર થાય છે. પવનની ગતિ 50 કિલોમીટરથી નીચે હોય તેવી પરિસ્થિતિમાં જ રોપવેનુ સંચાલન શરૂ રાખવામા આવે છે. જો પવનની ગતિ વધે તો જ સંચાલન બંધ રાખવામાં આવે છે. બે દિવસ પૂર્વે ગિરનાર પર્વત પર પવનની ગતિ 50 કિલો મીટર કરતા વધુ હોવાને કારણે ગિરનાર રોપવેનું સંચાલન બંધ રાખવામાં આવ્યું હતું. આ સિવાય પ્રવાસીઓ જે ટ્રોલીમાં બેસે છે તે તમામ 22 ટ્રોલીને રોપ-વે પૂર્ણ થતા લોઅર સ્ટેશન પર લાવી દેવામાં આવે છે. તેનુ પણ વ્યક્તિગત રીતે ચકાસણી કર્યા બાદ તેને બીજે દિવસે સવારે ફરીથી રોપવેની સફર માટે કાર્યાન્વિત કરવામાં આવે છે.