ETV Bharat / city

મેગાસ્ટાર નરેશ કનોડિયાની ચીર વિદાય: જૂનાગઢના લોક ગાયક રાજભા ગઢવીએ અર્પી શ્રદ્ધાંજલિ - rajbha gadhavi pay Tribute to Naresh Kanodia

ગુજરાતી ફિલ્મોના જાણિતા અભિનેતા નરેશ કનોડિયાનું મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જે કારણે લોક ગાયક અને ઢોલીવુડના સિતારાઓ તેમના નિધનથી વ્યથિત થઇને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે જૂનાગઢના લોક ગાયક રાજભા ગઢવીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

લોક ગાયક
લોક ગાયક
author img

By

Published : Oct 27, 2020, 7:45 PM IST

  • નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન
  • ગુજરાતી ફિલ્મના સુપર નાયક નરેશ કનોડિયાએ 40 વર્ષ ફિલ્મક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું
  • રાજભા ગઢવીએ બન્ને દિગ્ગજ અભિનેતાઓને આપી શ્રદ્ધાંજલી

જૂનાગઢ : મહેશ અને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો જૂનાગઢના લોક કલાકાર રાજભા ગઢવીએ શેર કર્યો હતો. ૪૮ કલાકમાં ઢોલીવુડના બે દિગ્ગજ કલાકારો મહેશ અને નરેશ કનોડિયાનું અવસાન થયું હતું. જેને કારણે ઢોલીવુડમાં શોકની લાગણી વ્યાપી છે. ત્યારે સંગીત ક્ષેત્રે જોડાયેલા લોક ગાયક રાજભા ગઢવીએ મહેશ અને નરેશનું મહત્વનું યોગદાન બદલ હંમેશા યાદ રહેશે. આ સાથે રાજભા ગઢવીએ બન્ને દિગ્ગજ અભિનેતાઓને ભાવભરી શ્રદ્ધાંજલી આપી હતી.

જૂનાગઢના લોક ગાયક રાજભા ગઢવીએ અર્પી શ્રદ્ધાંજલિ

કોરોના સામે જંગ હાર્યા મેગાસ્ટાર!

કોરોનાને કારણે નરેશ કનોડિયા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ગુજરાતી ફિલ્મ જગતના મેગાસ્ટાર નરેશ કનોડિયાએ 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરસ્ટાર નરેશ કનોડિયા ગુજરાતીઓના દિલોદિમાગ પર છવાયા હતા.

72 અભિનેત્રી સાથે કામ કર્યું

ગુજરાતી ફિલ્મના સુપર નાયક નરેશ કનોડિયાએ 40 વર્ષ ફિલ્મક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. જે દરમિયાન તેમને ઘણી ખ્યાતનામ અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક જેવી 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ તેમની કારકિર્દીની શરૂઆત ચલચિત્ર 'વેલીને આવ્યા ફૂલ'થી કરી હતી.

કનોડિયા બંધુઓએ દુનિયા છોડી

ગુજરાતી ગીત-સંગીતની વિશ્વવિખ્યાત બંધુ બેલડી એક જ સપ્તાહમાં દુનિયા છોડી ગઈ છે. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયાનું અવસાન થયું. જે બાદ મંગળવારના રોજ નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. જે કારણે મહેશ નરેશની જોડી હવે માત્ર યાદોમાં જ રહી જશે.

જામનગર : જુનિયર નરેશ કનોડિયાએ મેગાસ્ટારના નિધન પર શોક વ્યક્ત કર્યો

ગુજરાતી ફિલ્મ જગતના મેગાસ્ટાર એવા નરેશ કનોડિયાનું નિધન થતા સમગ્ર ઢોલીવુડ શોકમાં ગરકાવ થયું છે. ત્યારે જામનગરના જુનિયર નરેશ કનોડિયા તરીકે જાણીતા એવા કિશોર વાજાએ મેગાસ્ટારના અવસાન પર શોક વ્યક્ત કરી ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

નરેશ કનોડિયા પોતાના મોટાભાઈ મહેશને બાપુજી કહેતા હતાઃ હેમંત ચૌહાણ

ગુજરાતી ગાયન ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનારા મહેશ કનોડિયા અને ગુજરાતી ફિલ્મ જગતના મેગા સ્ટાર એવા નરેશ કનોડિયાનું અવસાન થયું છે. મહેશ કનોડિયાનું બે દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે અવસાન થયું હતું. જ્યારે નરેશ કનોડિયાનું કોરોના સંક્રમણની સારવાર દરમિયાન હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું છે. જેથી ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે.

ગુજરાતી ફિલ્મ જગત શોકાતુરઃ અભિનેતા હિતેનકુમારે અર્પી મેગાસ્ટાર નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો અત્યારે શોકાતુર છે. ગુજરાતી મિલેનિયમ સુપરસ્ટાર નરેશ કનોડિયાની વિદાયથી દરેક લોકો અત્યારે શોકમાં છે, ત્યારે અભિનેતા હિતેનકુમાર દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. હિતેન કુમારે શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, આજે ગુજરાતી સિનેમાના એક યુગનો અંત થયો છે. મહેશ-નરેશની જોડી કોઈ તોડી શકે તેમ નહોતું, ત્યારે આજે ભગવાનને ત્યાં પણ મહેશ-નરેશ જોડી સ્વરૂપે પહોંચ્યાં છે.

મેગાસ્ટાર નરેશ કનોડિયાની વિદાય: ફિરોઝ ઈરાનીએ પાઠવી શ્રદ્ધાંજલિ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને જેમણે સૌથી વધારે નરેશ કનોડિયા સામે ખલનાયકની ભૂમિકા ભજવી છે, તેવા ફિરોઝ ઈરાની દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ફિરોજ ઇરાનીએ આ વીડિયોમાં જણાવ્યું કે, નરેશની પ્રથમ ફિલ્મથી જ સાથે કામ કરતા હતા અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ જગતમાં બન્ને ભાઈના જવાથી ખૂબ જ મોટી ખોટ પડી છે, તેમને ક્યારેય વિસરાશે નહીં. મહેશ નરેશની જોડી અમર થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.