જૂનાગઢ : તબીબી અભ્યાસક્રમમાં એડમિશનને લઈને કોઈ અજાણી વ્યક્તિનો ટેલીફોનિક સંદેશો આવે તો (Course Admission Fraud Case) સાવધાન થઈ જજો! બની શકે આ ફોન કોલ કોઈ તોડ કંપનીના મોટા ઓપરેશનનો ભાગ હોઈ શકે છે. જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે (Junagadh Cyber Crime) સુરતના પતિ પત્નીને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવવાને લઈને માતબર રકમની ઉઠાંતરી (Medical Course Admission Fraud) કરનાર દંપતીની ધરપકડ કરી છે.
લાખો રૂપિયાની છેતરપિંડી - તબીબી અભ્યાસક્રમમાં એડમિશન અપાવવાને લઈને તોડ કંપની સક્રિય થઇ હોય તેવા ગંભીર કિસ્સાનો પર્દાફાસ જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે કર્યો છે. જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે હાલ સુરતમાં રહેતા અને મૂળ મુલાણી સમઢીયાળા ભાવનગર જિલ્લાના સતીશ અને સોનલ કાનાણી નામના દંપતીની એડમિશન કરાવી આપવાના બહાના 30 લાખ કરતા વધુની રકમની છેતરપિંડી કરવાના કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટના વર્ષ 2019થી લઈને 19 ફેબ્રુઆરી 2022 સુધી ઘટવા પામી હતી. આ સમય દરમિયાન માણાવદરના અને હાલ બરોડા રહેતા ડો રોહન લક્કડ પાસેથી કાનાણી દંપતીએ 32 લાખ રૂપિયા જેટલી માતબર રકમની ઉઠાંતરી તબીબી અભ્યાસક્રમમાં માસ્ટર ડિગ્રીમાં એડમિશન અપાવવાને લઈને કરી હતી જેનો જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો : STD 12 Commerce Result : વડોદરાના હર્ષિલ અગ્રવાલની અનોખી સફળતાની વાત જે સતત મહેનતની પ્રેરણા આપે છે
વધુ પાંચ આરોપી પોલીસ પકડથી બહાર - જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે ડો રોહન લક્કડ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવીને તેમના દ્વારા છેતરપિંડી કરનાર ટોળકીના સભ્યોની વિગતો અને તેના ફોન નંબર મારફતે સમગ્ર કૌભાંડનો (Admission Scam in Junagadh) પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં સામેલ સાત સભ્યો ઓનલાઈન એપ્લિકેશન કરનાર ઉમેદવારનો પ્રથમ ટેલીફોનીક સંપર્ક કરીને તેમને તબીબના માસ્ટર (Medical Course Admission) અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવી દેવાનો ભરોસો આપીને તોડબાજ ટોળકીના સભ્યો જેતે ઉમેદવારની રૂબરૂ મુલાકાત કરીને તેમને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી માતબર રકમની માંગ કરતા હોય છે.
આ પણ વાંચો : Russia-Ukraine war : યુક્રેનથી અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓ સારા સમાચાર, લઇ લો લાભ
પાંચને પકડવા પોલીસનો ચક્રોગતિમાન - ઉમેદવારો એડમિશન મળી જશે તેવી આશામાં ખૂબ મોટી રકમ આવી તોડબાજ ગેંગને આપતા પણ હોય છે, ત્યારે જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે સતીશ અને સોનલ કાનાણી નામના દંપતીની ધરપકડ કરી છે એની સાથે અન્ય પાંચ આરોપીઓ પણ છે કે હજુ પોલીસ પકડમાં નથી. આ સાથે આરોપીઓ સંગઠન બનાવીને તબીબી અભ્યાસ ક્રમમાં એડમિશન અપાવવા માટે ઉમેદવારો પાસેથી ખૂબ મોટી રકમ પડાવતા આવતા હતા. 07 આરોપી પૈકી હજુ પાંચ આરોપીઓ સુધી પોલીસે પહોંચવાનું બાકી છે. પરંતુ, આ કિસ્સો આંખ ઉઘાડી નાખે તેવો છે. તબીબી જેવા અભ્યાસક્રમમાં સીધું એડમિશન ક્યારે થઈ શકતું નથી, ત્યારે આવી કૌભાંડી ગેંગથી સૌ કોઈ સાવચેત રહીને પોતાની મરણમૂડી (Medical Course Scam) બચાવે તેવો પ્રયાસ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ કરી રહી છે.