ETV Bharat / city

માનસિક અસ્થિર યુવાન માટે ડોક્ટરો બન્યા દેવદૂત, પેટમાંથી કાઢી લાકડાની સળીઓ અને 2 મહેંદીના કોન - successful operation

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મૂકબધિર માનસિક અસ્થિર યુવાનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેના જઠરમાંથી 62 લાકડાની સળીઓ, 2 મહેંદીના કોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. તેને જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. junagadh operation doctors, junagadh civil hospital, mentally ill patient treatment.

માનસિક અસ્થિર યુવાન માટે ડોક્ટરો બન્યા દેવદૂત, ત્રણ વર્ષની પીડામાંથી કર્યો મુક્ત

author img

By

Published : Aug 31, 2022, 9:08 AM IST

Updated : Aug 31, 2022, 2:12 PM IST

જૂનાગઢ ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં પણ ડોક્ટરો માનસિક અસ્થિર યુવાન (junagadh operation doctors) માટે ભગવાન બનીને આવ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલના (junagadh civil hospital) તબીબોએ ઈતિહાસનું પ્રથમ સૌથી વિકટ અને અચરજ પમાડે તેવું ઓપરેશન હાથ ધરીને મૂક બધિર માનસિક અસ્થિર યુવાનને સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા બાદ નવજીવન આપ્યું છે.

માનસિક અસ્થિર યુવાન

જઠરમાંથી મળી આ વસ્તુ માનસિક અસ્થિર યુવાનના જઠરમાંથી 62 લાકડાની સળીઓ, 2 મહેંદીના કોન અને 15 પ્લાસ્ટિકની સ્ટ્રો કાઢવામાં આવી હતી. જૂનાગઢ સિવિલના તબીબ ડો. મિનેષ સિંઘલ અને તેની તબીબ ટીમ દ્વારા સફળતાપૂર્વક આ શસ્ત્રક્રિયા કરવામાં (successful operation mentally ill patient) આવી હતી.

સફળતાપૂર્વક કરી સર્જરી સિવિલ હોસ્પિટલના (junagadh civil hospital) તબીબોએ ખૂબ જ ચોંકાવનારી અને માનવજીવન માટે ગંભીર કહી શકાય તે પ્રકારની શસ્ત્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરીને 40 વર્ષના માનસિક અસ્થિર અને મૂક બધિર યુવાનને નવજીવન આપ્યું છે. મૂળ વેરાવળ તાલુકાના મલોંઢા ગામનો માનસિક અસ્થિર અને મુકબધિર યુવાન અરજણ ચાંડપા પેટમાં દુખાવાને લઈને સિવિલ હોસ્પિટલમાં (junagadh civil hospital) દાખલ થયો હતો. યુવાન માનસિક અસ્થિર હોવાની સાથે મૂક બધિર (successful operation mentally ill patient) પણ હતો.

તબીબોને પડી મુશ્કેલી આ દર્દીની તપાસ કરવી તબીબો માટે પણ ખૂબ મુશ્કેલ હતી. આવા સમયે દર્દીનો સિટી સ્કેન અને અન્ય તબીબી પરિક્ષણ (various medical tests) કરતા તેના જઠરમાંથી ન કલ્પી શકાય તેવી 79 જેટલી અખાદ્ય અને પ્લાસ્ટિક તેમ જ લાકડાની ચીજવસ્તુઓ જોવા મળતા તબીબો પણ ચોંકી ગયા હતા. તેમ જ તાબડતોબ યુવાનના જીવનને કોઈ નુકસાન થાય તે પહેલા જ તેની શસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય કરીને માનસિક અસ્થિર અને મુકબધિર યુવાનને નવજીવન (successful operation mentally ill patient) આપ્યું છે.

આ પણ વાંચો ડોકટરોની ટીમે દર્દીનું સફળ ઓપરેશન કરીને ફરી એકવાર નવું આપ્યું જીવન

2 કલાક ચાલ્યું ઓપરેશન માનસિક અસ્થિર યુવાનની શસ્ત્રક્રિયા (successful operation mentally ill patient) કરતા તેના જઠરમાંથી 62 લાકડાની સળીઓ, 2 મહેંદીના કોન અને 15 જેટલી પ્લાસ્ટિકની સ્ટ્રો ઓપરેશન મારફતે બહાર કાઢવામાં આવી હતી. આ અખાદ્ય અને પ્લાસ્ટિક તેમ જ લાકડાની ચીજવસ્તુઓ યુવાનના જઠરમાં જામી ગયેલી જોવા મળતી હતી. આના કારણે યુવાનને ખૂબ દર્દ થતું હશે, પરંતુ તે મૂકબધિર હોવાના કારણે કોઈને ન કહી શકતા પાછલા 3 વર્ષથી આ અસહ્ય અને અકલ્પનીય બીમારીથી પીડાઈ રહ્યો હતો.

યુવાન પીડામાંથી થયો મુક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલના (junagadh civil hospital) તબીબ ડોક્ટર મિનેષ સિંઘલ અને તબીબોની ટીમે આ યુવાનનું સફળ ઓપરેશન કર્યું હતું. તબીબી વિજ્ઞાન માટે આ પ્રકારનું ઓપરેશન જવલ્લેજ જોવા મળતા કિસ્સા તરીકે ગણવામાં આવે છે. 2 કલાકના ઓપરેશન સમય દરમિયાન યુવાનના જઠરમાં અખાદ્ય ચીજવસ્તુઓ જોઈને તબીબો પણ ચોંકી ગયા હતા, પરંતુ સમય રહેતા યુવાનની શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવતા આ યુવાનને ડોક્ટરોએ પીડામાંથી મુક્ત કર્યો હતો.

આ પણ વાંચો Live heart surgery In Jamnagar: ડોક્ટરે હાર્ટનું LIVE ઓપરેશન સફળતાપૂર્વક કર્યું, વૈશ્વિક સ્તરે લેવાઇ નોંધ

ઈતિહાસમાં પહેલી વખત આવું ઓપરેશન માનસિક અસ્થિર યુવાનની શસ્ત્રક્રિયાના ટીમ લીડર તરીકે જોડાયેલા (junagadh civil hospital) તબીબ ડો. મિનેષ સિંઘલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સા તબીબી વિજ્ઞાન માટે પણ ખૂબ જ અચરજ પમાડે તેવા છે. પાછલા ઘણા વર્ષોથી આ ચીજવસ્તુઓ માનસિક અસ્થિર યુવાનના જઠરમાં જમા થઈ હશે. સમય રહેતા તબીબોએ શસ્ત્રક્રિયા મારફતે યુવાનને દર્દમાંથી મુક્તિ અપાવી છે, પરંતુ આ પ્રકારનું ઓપરેશન જૂનાગઢના તબીબી ઈતિહાસમાં (junagadh civil hospital) પ્રથમ કિસ્સો છે.

Last Updated : Aug 31, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.