ETV Bharat / city

રાષ્ટ્રપિતા ગાંધીની યાદો સાથે પણ છે જુનાગઢને ખૂબજ નજીકનો સંબંધ - Gandhi jayanti news

જૂનાગઢઃ સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. મહાત્મા ગાંધીના કેટલાક સ્મરણો જુનાગઢ સાથે પણ જોડાયેલા છે. મહાત્મા ગાંધી જ્યારે વકીલાત કરતા હતા ત્યારથી લઈને તેમના અવસાન બાદ જૂનાગઢમાં તેમની પ્રાર્થના સભા અને અસ્થિ વિસર્જન પણ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું.

Gandhiji
author img

By

Published : Oct 1, 2019, 10:29 PM IST

બુધવારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મનાવવા જઈ રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ અપાવનારા મહાત્મા ગાંધી અને તેના વિચારો આજે પણ પ્રસ્તુત છે. જ્યારે દેશ ગુલામીની કારમી જંજીરોમાં કેદ હતો ત્યારે મહાત્માએ દેશને ગુલામીની કારમી ઝંઝીરોમાંથી મુક્તિ અપાવવા માટે લડાઈ લડી હતી. આ સમય દરમિયાન સમગ્ર ભારત વર્ષનું કોઈ એવો વિસ્તાર કે ગામ નહીં હોય કે જ્યાં ગાંધીજી સ્વયં મુલાકાત ન લીધી હોય. હવે જ્યારે બુધવારે એટલે કે, 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ આપણે મનાવવા જઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રપિતાની જૂનાગઢ સાથેની પણ મુલાકાતોને વાગોળીએ. મહાત્મા ગાંધી વર્ષ 1928થી લઈને 4 વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જે પૈકી 1928માં મહાત્મા ગાંધીએ જૂનાગઢમાં આઝાદીની ચળવળને લઈને અનંત ધર્માલયમા સભા યોજી હોવાની પણ માહિતી મળી રહી છે.

રાષ્ટ્રપિતા ગાંધીની યાદો સાથે પણ છે જુનાગઢ ને ખુબજ નજીકનો સંબંધ
જ્યારે મહાત્મા ગાંધીનું નિધન થયું ત્યારે તેમના પૌત્ર શામળદાસ ગાંધી દ્વારા જૂનાગઢમાં મહાત્મા ગાંધીની ચાંદીની પ્રતિમા સાથે સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહાત્મા ગાંધીના અસ્થિઓનું બાપુની ઇચ્છા અને આજ્ઞા અનુસાર દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપુના અસ્થિઓ આમ તો સમગ્ર દેશના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યા હતા. પરંતુ બાપુની અંતિમ ઇચ્છા મુજબ તેમના અસ્થિઓ બે જગ્યા પર વિસર્જિત કરવા જે પૈકીની એક જગ્યા એટલે ગિરિ તળેટીમાં આવેલો દામોદર કુંડમા બાપુના અસ્થિ વિસર્જન બાદ નરસિંહ મહેતાના ચોરા ખાતે પ્રાથના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.નરસિંહ મહેતા દ્વારા લિખિત અને મહાત્મા ગાંધીને અતિપ્રિય અને ગાંધીજીના જીવનના અંતિમ સમય પહેલા તેમના હોઠો પર આવેલું 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' આ ભજનને પણ જૂનાગઢ સાથે ખૂબ જ નજીકનો અને લાગણીસભર નાતો છે, ત્યારે આવા મહામાનવ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢમાં પણ એમના સ્મરણોને વાગોળીને જૂનાગઢવાસી સાચા દેશભક્ત અને રાષ્ટ્રપિતાને યાદ કરી રહ્યો છે.

Intro:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના પણ છે જુનાગઢ સાથે સ્મરણો મહાત્મા ગાંધી જૂનાગઢમાં આઝાદી પૂર્વે ચાર વખત મુલાકાતે આવ્યા હતા

Body:સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ની ઉજવણી કરવા માટે જઇ રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધીના કેટલાક સ્મરણો જુનાગઢ સાથે પણ જોડાયેલા છે મહાત્મા ગાંધી જ્યારે વકીલાત કરતા હતા ત્યારથી લઈને તેમના અવસાન બાદ જૂનાગઢમાં તેમની પ્રાર્થના સભા અને અસ્થિ વિસર્જન પણ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું

આવતીકાલે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મનાવવા જઈ રહ્યું છે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ અપાવનાર મહાત્મા ગાંધી અને તેના વિચારો આજે પણ પ્રસ્તુત છે જ્યારે દેશ ગુલામીની કારમી જંજીરોમાં કેદ હતો ત્યારે પોરબંદરમાં જન્મેલા હાડ-માંસના માણસે આ દેશને ગુલામીની કારમી ઝંઝીરોમાંથી મુક્તિ અપાવવા માટે લડાઈ લડી હતી આ સમય દરમિયાન સમગ્ર ભારત વર્ષનું કોઈ એવો વિસ્તાર કે ગામ નહીં હોય કે જ્યાં ગાંધીજી સ્વયં મુલાકાત ન લીધી હોય હવે જ્યારે આવતીકાલે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ આપણે મનાવવા જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રપિતાની જુનાગઢ સાથેની પણ મુલાકાતોને વાગોળતી રહી મહાત્મા ગાંધી વર્ષ ૧૯૨૮ થી લઈને 4 વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા જે પૈકી 1928માં મહાત્મા ગાંધીએ જૂનાગઢમાં આઝાદીની ચળવળને લઈને અનંત ઘર્માલયમા સભા યોજી હોવાની પણ માહિતી મળી રહી છે

બાઈટ 1 ડો પ્રદ્યુમન ખાચર ઇતિહાસકાર જુનાગઢ

જ્યારે મહાત્મા ગાંધીનું નિદાન થયું ત્યારે તેમના પૌત્ર શામળદાસ ગાંધી દ્વારા જૂનાગઢમાં મહાત્મા ગાંધીની ચાંદીની પ્રતિમા સાથે સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢી હતી અને મહાત્મા ગાંધીના અસ્થિઓનું બાપુની ઇચ્છા અને આજ્ઞા અનુસાર દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું બાપુના અસ્થિઓ આમ તો સમગ્ર દેશના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યા હતા પરંતુ બાપુની અંતિમ ઇચ્છા મુજબ તેમના અસ્થિઓ બે જગ્યા પર વિસર્જિત કરવા જે પૈકીની એક જગ્યા એટલે ગિરિ તળેટી મા આવેલો દામોદર કુંડમા બાપુ ના અસ્થિ વિસર્જન બાદ જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતાના ચોરા માં પણ મહાત્મા ગાંધીના નિધન બાદની પ્રાથના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

બાઈટ 2 નિર્ભય પુરોહિત તીર્થગોર દામોદર કુંડ

નરસિંહ મહેતા દ્વારા લિખિત અને મહાત્મા ગાંધીને અતિપ્રિય અને ગાંધીજીના જીવનના અંતિમ સમય પહેલા તેમના હોઠો પર આવેલું વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ ભજનને પણ જુનાગઢ સાથે ખૂબ જ નજીકનો અને લાગણીસભર નાતો છે ત્યારે આવા મહામાનવ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢમાં પણ એમના સ્મરણો ને વાગોળીને જુનાગઢ વાસી સાચા દેશભક્ત અને રાષ્ટ્રપિતા ને યાદ કરી રહ્યો છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.