ETV Bharat / city

જિગ્નેશ મેવાણીએ લીધી ધર્મેશ પરમારના પરિવારની મુલાકાત, પૂર્વ મેયરના પુત્રની હત્યાના રાજકીય પડઘા - ધર્મેશ પરમાર હત્યા કેસ

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ પરમારની ગઈકાલે થયેલી હત્યાના બનાવના જૂનાગઢના રાજકીય વર્તુળોમાં પડઘા પડી રહ્યાં છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધર્મેશ પરમારના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.ઘટનાને લઇને પરિવારજનો પાસેથી માહિતી પણ એકત્ર કરી હતી અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને મળવા માટે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યાં હતાં.

જિગ્નેશ મેવાણીએ લીધી ધર્મેશ પરમારના પરિવારની મુલાકાત, પૂર્વ મેયરના પુત્રની હત્યાના રાજકીય પડઘા

author img

By

Published : Jun 3, 2021, 5:11 PM IST

  • પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ પરમારની હત્યાના રાજકીય પડઘા
  • જિગ્નેશ મેવાણીએ મૃતક ધર્મેશના પરિવારની મુલાકાત કરી માહિતી લીધી
  • જિગ્નેશ મેવાણીએ જિલ્લા પોલીસ વડાને મળીને કરી રજૂઆત

    જૂનાગઢ: ગઇકાલે જૂનાગઢમાં ધર્મેશ પરમાર નામના દલિત યુવાનની હત્યા કરવામાં આવી હતી જેના હવે રાજકીય પ્ડઘા પણ પડી રહ્યા છે. આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હત્યા કરાયેલા ધર્મેશ પરમારના પરિવારજનોની મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. સાથે સાથે ધારાસભ્ય મેવાણીએ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનો પાસેથી માહિતી પણ એકત્ર કરી હતી અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને મળવા માટે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતાં. 2 કલાક લાંબી બેઠક બાદ જિગ્નેશ મેવાણીએ મૃતક ધર્મેશ પરમારના પરીવારજનોની માગ પોલીસ અને રાજ્ય સરકાર સ્વીકારે તેના સમર્થનમાં નિવેદન આપ્યું હતું
    ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધર્મેશ પરમારના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી

    આ પણ વાંચોઃ જૂનાગઢ શહેરમાં ધોળા દિવસે પૂર્વ મેયરના પુત્રની હત્યા, હત્યારાઓ નહીં પકડાય તો મૃતદેહ નહી સ્વીકારે પરિવાર

    ગઈકાલે જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના યુવાન પુત્રની સરાજાહેર નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જેના હવે રાજકીય પડઘા પણ પડી રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ પીડિત પરિવારના મોભીઓ સાથે સમગ્ર ઘટનાને લઇને વિગતો મેળવી હતી જેમાં પીડિત પરિવાર જૂનાગઢ પોલીસ રાજ્ય સરકારના ઈશારે યોગ્ય ફરિયાદ દાખલ કરતી નથી તેવી રજૂઆત કરતાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પીડિત પરિવારના કેટલાક સભ્યો જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા માટે તેમની કચેરીએ પહોંચ્યા હતાં. અહીં જીગ્નેશ મેવાણી જિલ્લા પોલીસ અધિક્ષક અને ધર્મેશ પરમારના પરિવારજનો સાથે બે કલાક જેટલી બંધબારણે બેઠક યોજાઇ હતી ત્યારબાદ જીગ્નેશ મેવાણીએ બહાર આવીને પીડિત પરિવાર સાથે હોવાનું અને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

    24 કલાક કરતા વધુ સમયથી મૃતક ધર્મેશ પરમારના મૃતદેહનેે લઈને મડાગાંઠ યથાવત

    ગઈકાલે હત્યા કરાયા બાદ મૃતક ધર્મેશ પરમારના પરિવારજનો દ્વારા મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારની માગ હતી કે જે આરોપીઓ સમગ્ર હત્યાકાંડમાં અને હત્યાને અંજામ આપવામાં કાવતરાખોર તરીકે સામેલ છે તેવા તમામ વ્યક્તિઓને પહેલાં પોલીસ અટકાયત કરે અને ત્યારબાદ જ મૃતક ધર્મેશ પરમારના મૃતદેહનો કબજો પરિવારજનો લેશે તેવી માગ પર અડગ રહેતા આજે પણ કોઈ મામલો ઉકેલાતો હોય તેવું લાગી રહ્યું નથી. ધર્મેશ પરમારના પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો આજે પણ ઇનકાર કરી રહ્યા હતાં ત્યારે આજે જિગ્નેશ મેવાણીએ પણ પીડિત પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે થયેલી ચર્ચાઓ બાદ જિગ્નેશ મેવાણીએ પણ પીડિત પરિવારને પોતાનું સમર્થન આપ્યું હતું અને તેમની માગ મુજબની કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તેમણે પણ પીડિત પરિવારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

    આ પણ વાંચોઃ શિક્ષકો માટે રાહત : Teacher Eligibility Test ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.